તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ગૃહમંત્રી અમિતભાઈ શાહ 3 - 4 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે : પરિવાર સાથે પોતાના ગામે માણસા ખાતે મંદિરે જઈને દર્શન કરશે : સાથે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં પણ હાજરી આપશે

અમદાવાદ : અમદાવાદમાં નવરાત્રિ ચાલુ થતાની સાથે જ ગૃહમંત્રી અમિતભાઈ શાહ તા. 3 - 4 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશે અને પરિવાર સાથે પોતાના ગામે માણસા ખાતે મંદિરે જઈને દર્શન કરશે. સાથે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
અમિતભાઈ શાહ નવરાત્રિ ચાલુ થવાની સાથે જ દર વર્ષની જેમ નવરાત્રિમાં ગુજરાતના પ્રવાસે આવશે. ખાસ કરીને નવરાત્રિમાં પોતાના ગામે માણસા ખાતે પરિવાર સાથે માણસા ખાતે બહુચર માતાના મંદિરે જઈને પુજા અર્ચાના કરશે. આ વખતે પણ તા 3-4 તારીખે અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે આવશે અને પોતાના ગામે જશે. પછી ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અને અડાલજમાં આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે તેમ જાણવા મળે છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
