તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
શેરબજારમાં ૧૨૦૦ થી વધુ પોઇન્ટનો ધબડકો : ૪ લાખ કરોડ સ્વાહા
ગ્લોબલ સંકેતોને પરિણામે શેરબજારમાં કડાકો : નીફટી ૩૬૭ પોઇન્ટ ડાઉન : તમામ સેકટર રેડઝોનમાં : રિલાયન્સ મહિન્દ્રા, ICICI - ટાટા મોટર્સ, SBI મારૂતી, બજાજ ફિન તુટયા

મુંબઇ, તા.૩૦: ગયા અઠવાડિયે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીએ લગભગ દરરોજ નવા રેકોર્ડ બનાવ્યા હતા, પરંતુ સોમવારે, આ અઠવાડિયાના પ્રથમ દિવસે, બજારની ગતિમાં અચાનક બ્રેક લાગી હતી અને બંને સૂચકાંકો ખરાબ રીતે તૂટયા હતા. બજાર ખુલતાની સાથે જ જ્યાં એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરોવાળા સેન્સેક્સમાં ૧૨૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો, તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ ૩૪૭ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. ૨.૩૦ કલાકે સેન્સેકસ ૧૨૩૨ તો નીફટી ૩૬૭ પોઇન્ટ ડાઉન હતા. આજે રોકાણકારોની સંપત્તિમાં ૪ લાખ કરોડનું ધોવાણ થયુ હતું.
સોમવારે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, શેરબજારના બંને સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ખુલતાની સાથે જ તૂટયા હતા. સેન્સેક્સે તેના પાછલા બંધ ૮૫,૫૭૧ની સરખામણીએ ઘટાડા સાથે ૮૫,૨૦૮ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું અને થોડીવારમાં તે ૭૪૪.૯૯ પોઈન્ટ ઘટીને ૮૪,૮૨૪.૮૬ના સ્તરે આવી ગયો. સેન્સેક્સની જેમ, નિફ્ટી પણ ખરાબ રીતે ઘટીને ૨૬,૦૬૧ પર ખુલ્યો, જે તેના અગાઉના ૨૬,૧૭૮.૯૫ના બંધ સ્તરથી ઘટીને ૨૧૧.૭૫ પોઈન્ટ ઘટીને ૨૫,૯૬૭.૨૦ના સ્તરે પહોંચ્યો.
આ સિવાય ઓટો, રિયલ્ટી, આઈટી, પીએસયુ બેંક, ફિન સર્વિસ, ફાર્મા, એનર્જી, પ્રાઈવેટ બેંક અને ઈન્ફ્રા ઈન્ડેક્સ દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યા હતા. એફએમસીજી અને મેટલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં હતા.
ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ, ટાઇટન, એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ, સન ફાર્મા, એચયુએલ, એચસીએલ ટેક અને આઇટીસી સત્રની શરૂઆતમાં ટોચના ગેનર હતા. પ્્રૂપ્, ટેક મહિન્દ્રા, ICICI બેન્ક, રિલાયન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, SBI, મારુતિ સુઝુકી અને બજાજ ફિનસર્વ ટોપ લૂઝર હતા.
આ ઘટાડો બપોરે ૦૧.૩૦ વાગ્યા સુધી વધુ વધ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ૧૨૦૪.૯૮ પોઈન્ટથી વધુ ઘટીને ૮૪,૩૬૬.૮૭ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી ૩૪૭.૫૫ પોઈન્ટથી વધુ ઘટીને ૨૫,૮૩૧.૪૦ના સ્તરે આવી ગયો હતો.
શેરબજારમાં શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, BSE પર લિસ્ટેડ ટોપ-૩૦ લાર્જ-કેપ કંપનીઓમાંથી ૨૩ કંપનીઓના શેર લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી તે લગભગ ૩ ટકાના ઘટાડા પછી ૨૯૭૧ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય ICICI બેન્કનો શેર ૨.૩૬ ટકા ઘટીને રૂ. ૧૨૭૫ અને એક્સિસ બેન્કનો શેર ૨.૨૯ ટકા ઘટીને રૂ. ૧૨૪૩ થયો હતો. તે જ સમયે, ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સનો શેર ઘટયો હતો અને તે ૧.૫૦ ટકા ઘટીને રૂ. ૯૭૫ થયો હતો.
સ્મોલકેપ અને મિડકેપમાં પણ અફડાતફડી
સમાચાર લખાય છે ત્યાં સુધી, BSE મિડકેપ ૧૪૬.૮૫ પોઈન્ટ ઘટીને ૪૯,૩૪૩ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ કેટેગરીમાં સૌથી વધુ ઘટેલા શેર વિશે વાત કરીએ તો, ફોનિક્સ લિમિટેડનો શેર ૫.૯૩ ટકા ઘટીને રૂ. ૧૭૭૩.૦૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો, આ સિવાય ભારતી હેક્સાકોમનો શેર ૩.૪૬ ટકા ઘટીને રૂ. ૧૪૪૯.૯૫ પર આવ્યો હતો. ભેલનો શેર પણ ખરાબ રીતે ઘટયો અને ૩.૪૪ ટકા ઘટીને રૂ. ૨૭૭.૭૫ થયો, જ્યારે મેક્સહેલ્થ સ્ટોક ૨.૪૮ ટકા ઘટીને રૂ. ૯૭૦.૬૫ પર ટ્રેડ કરી રહ્યો હતો.
બીજી તરફ, જો આપણે સ્મોલકેપ કેટેગરીમાં જોઈએ તો, કામોપેઈન્ટ્સ શેરમાં સપ્તાહના -થમ દિવસે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને બજાર ખુલતાની સાથે જ તે ૨૦ ટકા ઘટીને ૩૭.૩૨ રૂપિયા થઈ ગયો હતો. આ ઉપરાંત RELTD શેર પણ ૪.૯૯ ટકા ઘટીને રૂ. ૧૩૯.૦૪ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
જાપાનના શેરબજારમાં પણ હોબાળો
ભારતીય શેરબજારમાં આ મોટા ઘટાડાનાં સંકેતો પહેલેથી જ દેખાઈ રહ્યાં હતાં. વાસ્તવમાં, જાપાનના કારણે વૈશ્વિક સૂચકાંકો સુસ્ત દેખાઈ રહ્યા હતા અને જ્યારે બજાર ખુલ્યું ત્યારે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી હતી. જો વૈશ્વિક બજારની વાત કરીએ તો જાપાનના શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને નિક્કી ઇન્ડેક્સ ૪ ટકા ઘટયો હતો. જાપાનના શેરબજારમાં ઘટાડા પાછળ ચાલી રહેલી રાજકીય ઉથલપાથલની મોટી ભૂમિકા ગણી શકાય.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
