તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
બેંગ્લોરમાં નવી નેશનલ ક્રિકેટ એકેડેમીનું ઉદ્ઘાટન : સેન્ટ્રલ ઓફ એકસલન્સ તરીકે ઓળખાશે : જય શાહ
કુલ ૮૬ પિચ, ત્રણ મેદાન, ૪૫ પિચ આઉટડોર પ્રેકટીસ માટે રહેશે : ટીમ ઇન્ડિયા વિદેશ પ્રવાસે જશે ત્યારે આ ઉછાળવાળી પિચો પર પ્રેકટીસ કરશે

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે બોર્ડના પ્રમુખ રોજર બિન્ની સાથે મળીને બેંગ્લોરમાં નવી નેશનલ ક્રિકેટ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે એ સેન્ટર ઓફ એકસલન્સ તરીકે ઓળખાશે. NCAમાં ખેલાડીઓની પ્રેકિટસ માટે તમામ પ્રકારની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
૪૦ એકરમાં ૩ મેદાન અને કુલ ૮૬ પિચ તૈયાર કરવામાં આવી છે. ત્રણેય મેદાન ઇંગ્લીશ કાઉન્ટી મેદાનની જેમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૫ પિચ આઉટડોર પ્રેકિટસ માટે હશે. અહીં એકસાથે અનેક ખેલાડીઓ પ્રેકિટસ કરી શકે છે. મુખ્ય મેદાન ગ્રાઉન્ડ-એ માં ૮૫ ગાર્ડની બાઉન્ડરી છે અને એમાં મુંબઇની ૧૩ લાલ માટીની પિચો છે જે બોલને સારો બાઉન્સ આપશે.
આ પિચો બનાવતી વખતે ભારતીય પરિસ્થિતિઓની સાથે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રીકા અને ઇંગ્લેન્ડ જેવી સ્થિતિઓને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. આ સાથે ભારતીય ખેલાડીઓ વિદેશ પ્રવાસ પર જતાં પહેલા ભારતમાં તૈયારી કરી શકશે. આ કાર્યક્રમમાં હાર્દિક પંડયા, મોહમ્મદ શમી અને વી.વી.એસ. લક્ષ્મણ જેવા ક્રિકેટર્સ પણ હાજર રહ્યા હતા
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
