<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ઇઝરાયેલના ગુસ્સામાં સળગી રહ્યું છે લેબનોન !:અઠવાડિયામાં

હિઝબુલ્લાહના 7 ટોચના કમાન્ડર ઠાર :હવાઈ હુમલામાં 105 લોકો માર્યા ગયા

હિઝબુલ્લાના વડા સૈયદ હસન નસરાલ્લાહના મોત બાદ પણ ઇઝરાયેલની બોમ્બમારાથી લેબનોનમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. રવિવારે, ઇઝરાયેલે સમગ્ર લેબનોનમાં જંગી હવાઈ હુમલા કર્યા, જેમાં 105 લોકો માર્યા ગયા. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હુમલાઓમાં 359 લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ નુકસાન આઈન અલ-ડેલ્બ અને ટાયર વિસ્તારોમાં થયું છે, જ્યાં 48 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઈઝરાયેલે એક સપ્તાહની અંદર હિઝબુલ્લાહના 7 મુખ્ય કમાન્ડરોને મારી નાખ્યા છે. ઈઝરાયેલના હુમલામાં હસન નસરાલ્લાહની સાથે હિઝબુલ્લાહના 20 લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા.

  સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઈઝરાયેલના હુમલામાં કાના હોસ્પિટલને પણ ભારે નુકસાન થયું છે. બેકા ઘાટીના બાલબેક-હરમેલ વિસ્તારમાં થયેલા હુમલામાં 33 લોકો માર્યા ગયા અને 97 ઘાયલ થયા. આ સિવાય ઈઝરાયેલે લેબનોનના કોલા વિસ્તાર પર પણ પહેલીવાર જોરદાર બોમ્બમારો કર્યો છે. દેશભરમાં ઇઝરાયેલના હવાઈ હુમલા ચાલુ છે, જે નાગરિકોની સુરક્ષા માટે ગંભીર ખતરો છે.

  હિઝબુલ્લાહ નેતાઓ અને લેબનોનમાં તેના ટાર્ગેટને નિશાન બનાવ્યાના થોડા કલાકો પછી ઇઝરાયેલે મધ્ય બેરૂતમાં હવાઈ હુમલો કર્યો. પ્રત્યક્ષદર્શીઓએ સોમવારે આ માહિતી આપી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરૂતને નિશાન બનાવ્યું હતું. લગભગ એક વર્ષના સંઘર્ષમાં મધ્ય બેરુતમાં આ પ્રથમ ઇઝરાયેલી હવાઈ હુમલો છે.

  અગાઉ, ઇઝરાયેલી દળોએ સપ્તાહના અંતે લેબનોન પર હુમલો કર્યો હતો અને મુખ્ય હિઝબુલ્લાહ નેતા હસન નસરાલ્લાહને મારી નાખ્યો હતો. ઇઝરાયેલી સેનાએ રવિવારે કહ્યું કે તેણે શનિવારે હવાઈ હુમલામાં હિઝબુલ્લાહની 'સેન્ટ્રલ કાઉન્સિલ'ના નાયબ વડા નાબિલ કૌકને મારી નાખ્યો. હિઝબુલ્લાએ તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. તે એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહનો સાતમો ટોચનો સભ્ય છે.


 

(2:24 PM IST)