તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
અગ્નિકાંડ કેસઃ ચારેય આરોપીઓની જામીન અરજી ફગાવાઇ
જમીન માલીક અશોકસિંહ જાડેજા, આસી. ફાયર, ઓફીસર ઇલેશ ખેર, આસી. ટાઉન પ્લાનર ગૌતમ જોષી અને રાજેશ મકવાણાએ જામીન પર છૂટવા અરજી કરી હતીઃ આરોપીઓ વિરૂધ્ધ ડોકયુમેન્ટરી પુરાવો છેઃ સમાજ અતિ ગંભીર એવા આ કેસના આરોપીઓને જામીન આપી શકાય તેવા કેસ નથીઃ સ્પે. પી. પી. તુષાર ગોકાણી

રાજકોટ તા. ૩૦ :. ટીઆરપી અગ્નિકાંડ કેસના ચારેય આરોપઓની રેગ્યુલર જામીન અરજીને સેશન્સ કોર્ટે આજે ઓપન કોર્ટ રદ કરી છે.
આ લખાય છે. ત્યારે બપોરે મળતી માહિતી મુજબ અગિ્નકાંડ પ્રકરણમાં જે ચારેય આરોપીઓએ જામીન પર છૂટવા અરજી કરી છે. તેઓને જામીન આપવાનો કોર્ટે ઇન્કાર કરીને અરજી રદ કરી છે.
રાજયમાં ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગિ્નકાંડનો કેસ સેશન્સ કમિટ થયા બાદ ચાર આરોપીએ જામીન અરજી કરતા કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી. સરકારી અને આરોપીના વકીલની દલીલો કોર્ટ દ્વારા સાંભળવામાં આવી હતી. ચકચારી કેસમાં વિસ્તૃત દલીલો થતા કોર્ટ કાર્યવાહી મોડા સુધી ચાલી હતી. અગિ્નકાંડના ચાર આરોપીની જામીન અરજી આજે કોર્ટ રદ કરી હતી.
ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર ધવલ ઠકકર, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન લોઢા, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મહેશ રાઠોડ, મનસુખ સાગઠીયા, ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, રોહિત વિગોરા, ભીખાભાઇ ઠેબા, ઇલેશ ખેર શખ્સો સામે ગુનો નોંધી બાદમાં આ કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસીસ્ટન્ટ ફાયર ઓફીસર ઇલેશ ખેરે જામીન અરજી દાખલ કરી હતી. જે બંન્ે આરોપી બાદ જેલ હવાલે રહેલા મહાપાલિકાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ પણ જેલ મુકત થવા જામીન અરજી દાખલ કરી હતી.
ચારેય આરોપીની જામીન અરજીમાં મુદતો પડી હતી. અગિ્નકાંડમાં સંડોવાયેલા અને હાલ જેલ હવાલે રહેલા ચારેય આરોપીઓએ કરેલી જામીન અરજી આજે કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની દલીલો સરકારી અને આરોપીના વકીલની દલીલો કોર્ટ દ્વારા સાંભળવામાં આવી હતી.
અગિ્નકાંડના ચાર આરોપીની જામીન અરજી કોર્ટ આજે રદ કરી હતી.
સ્પે. પી. પી. તુષાર ગોકાણીએ દલીલમાં જણાવેલ છે કે, આ એક ખૂબ જ ગંભીર પ્રકારનો કેસમાં સરકારી ડોકયુમેન્ટ ઉપર આધારીત વૈજ્ઞાનિક પુરાવો છે. આવા ગંભીર ગુનામાં સમાજના વિશાળ હિતમાં આરોપીઓને જામીન પર છોડી શકાય નહિં.
આ કામે આરોપીઓની વિરૂધ્ધનો હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટમાં ચુકાદાઓ ટાંકાને આરોપીઓની જામીન અરજી રદ કરવા થયેલ દલીલોને ધ્યાને લઇને સેશન્સ્ કોર્ટે ચારેય આરોપીઓની જામીન અરજીને નકારી કાઢી હતી.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પી. પી. તુષર એમ. ગોકાણી, એડી. સ્પે. પી. પી. નિતેશ કથીરીયા, તેમજ મૃતકોના પરિવાર વતી એડવોકેટ સુરેશ આર. ફળદુ તથા એન. આર. જાડેજા રોકાયા હતાં. ધરપકડ કરી હતી.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
