<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો નિર્ણય : મહારાષ્ટ્રની એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારે ગાયને 'રાજ્ય માતા'નો દરજ્જો આપ્યો

વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલા એક મોટો નિર્ણય લેતાં મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં હવે ગાય રાજમાતા ગણાશે ,સોમવારે કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો

  •  
  •  
  • મુંબઈ તા.૩૦ : મહારાષ્ટ્રની એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારે ગાયને 'રાજ્ય માતા'નો દરજ્જો આપ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા લેવાયેલ આ નિર્ણય હિંદુત્વના નામે લોકોને આકર્ષવા માટે માનવામાં આવી રહ્યો છે.
  •     શિંદે સરકાર ગાયને સહારે ચૂંટણી વૈતરણી પાર કરવાની તૈયારીમાં હોવાનું લાગી રહ્યું છે. વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલા એક મોટો નિર્ણય લેતાં મહારાષ્ટ્ર સરકારેગાયને રાજમાતાનો દરજ્જો આપ્યો છે એટલે રાજ્યમાં હવે ગાય રાજમાતા ગણાશે. સોમવારે કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે.
  • સરકારના જણાવ્યા અનુસાર, વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયના સ્થાનને ધ્યાનમાં રાખીને, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગિતા, આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ઉપચાર પદ્ધતિ અને સજીવ ખેતી પ્રણાલીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનું મહત્વનું સ્થાન હોવાથી ગાયને રાજમાતાને દરજ્જો અપાયો છે.
  • ચૂંટણી પંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં 26મી નવેમ્બર પહેલા ચૂંટણી યોજવી પડશે, કારણ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી પંચની ટીમ 28 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય પ્રવાસ પર મહારાષ્ટ્ર પહોંચી હતી. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી પંચની ટીમે અનેક રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે મહત્વની બેઠકો કરી હતી.

(4:20 PM IST)