તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
'ભગવાનને રાજકારણથી દૂર રાખો', તિરુપતિ લાડુ વિવાદ પર સુપ્રીમ કોર્ટે કરી મોટી ટિપ્પણી : સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું કે લાડુમાં દૂષિત ઘીનો ઉપયોગ થયો હોવાના કયા પુરાવા છે ?
આજે સુપ્રીમ કોર્ટમાં આંધ્ર પ્રદેશના તિરુપતિ લાડુ કેસની સુનાવણી થઈ : કોર્ટે આ મામલે અનેક સવાલો પણ કર્યા

નવી દિલ્હી તા.૩૦ : આંધ્રપ્રદેશના તિરુપતિ લાડુ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ભગવાનને રાજકારણથી દૂર રાખવા જોઈએ. આ ટિપ્પણી જસ્ટિસ ભૂષણ આર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કરી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તિરુપતિ મંદિરમાં લાડુનો પ્રસાદ બનાવવામાં અશુદ્ધ ઘટકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે સુપ્રીમ કોર્ટે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા
, ત્યારે સુબ્રમણ્યમ સ્વામીના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે 'પ્રસાદની સામગ્રી કોઈપણ ટેસ્ટ વિના રસોડામાં જઈ રહી હતી અને તેના પર દેખરેખનો અભાવ હતો.' કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે આ મામલે પ્રેસમાં જવાની શું જરૂર હતી, જ્યારે હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી. સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું કે લાડુમાં દૂષિત ઘીનો ઉપયોગ થયો હોવાના કયા પુરાવા છે.
તિરુપતિ ટેમ્પલ બોર્ડના વકીલે શું કહ્યું?
તિરુપતિ ટેમ્પલ બોર્ડના વકીલે જવાબ આપ્યો કે 'મંદિર પ્રશાસન આ મામલાની તપાસ કરી રહ્યું છે. કોર્ટે પૂછ્યું કે શું દૂષિત ઘી શોધવા માટે લાડુનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ ત્રણ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી, જેમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી, રાજ્યસભાના સાંસદ વાયવી સુબ્બા રેડ્ડી અને ઈતિહાસકાર વિક્રમ સંપથ દ્વારા દાખલ કરાયેલી અરજીઓનો સમાવેશ થાય છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
