તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
અમેરિકા જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશીના સમાચાર : પ્રવાસીઓ, કુશળ શ્રમિકો- સ્કીલ્ડ લેબર તથા વિદ્યાર્થીઓ સહિત ભારતીય યાત્રીઓ માટે વધારાના 2,50,000 વિઝાને મંજૂરી આપી
નવા સ્લોટમાંથી લાખોની સંખ્યામાં ભારતીય અરજદારોને સમયસર ઇન્ટરવ્યૂ આપવામાં મદદ મળશે :તેનાથી યાત્રીઓને વધારે સુવિધાજનક બનાવી શકાશે

નવી દિલ્હી તા.૩૦
ભારતથી અમેરિકા જનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આ પૈકી મોટાભાગના લોકો અભ્યાસ, વ્યવયાસ-કારોબાર અથવા તો ફરવા માટે જતા હોય છે. જોકે ઘણી વખત વિઝાની માંગ ઘણી વધારે રહે છે. તેને પગલે અનેક લોકોને પોતાની યોજના રદ્દ કરવી પડે છે.
જોકે, હવે ભારત સ્થિત અમેરિકી દૂતાવાસે તેમને ભારતીય યાત્રીઓ માટે સારા સમાચાર આપ્યા છે. પ્રવાસીઓ, કુશળ શ્રમિકો એટલે કે સ્કીલ્ડ લેબર તથા વિદ્યાર્થીઓ સહિત ભારતીય યાત્રીઓ માટે વધારાના 2,50,000 વિઝાને મંજૂરી આપી છે.
આ નવા સ્લોટમાંથી લાખોની સંખ્યામાં ભારતીય અરજદારોને સમયસર ઇન્ટરવ્યૂ આપવામાં મદદ મળશે. તેનાથી યાત્રીઓને વધારે સુવિધાજનક બનાવી શકાશે. ભારત સ્થિત અમેરિકી દૂતાવાસનું કહેવું છે કે તેનાથી ભારત-અમેરિકાના સંબંધો વધારે મજબૂત બનશે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
