<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

દરરોજ સાંજે થાય છે સોદા જ્યાં સેંકડો લોકો પૈસા આપીને પોતાની હવસ સંતોષવા આવે છે

એક કુખ્યાત ગલી છે જે વૈશ્યાવૃતિના એપીસેન્ટર સમાન બની ગઈ રાત્રે મહિલાઓ ગ્રાહકોને આકર્ષવા માટે ઓછા કપડામાં રસ્તા પર ઉભી જોવા મળે છે

નવી દિલ્હી :એક જિલ્લો એવો છે જે દુનિયાના સૌથી મોટા રેડ લાઈટ એરિયા તરીકે ઓળખાય છે જ્યાં સેંકડો લોકો પૈસા આપીને પોતાની હવસ સંતોષવા આવે છે. આ વાત અમેરિકાના એક કુખ્યાત શહેર સિએટલ સિટીની છે. સિએટલ સિટીમાં એક કુખ્યાત ગલી છે જે વૈશ્યાવૃતિના એપીસેન્ટર સમાન બની ગઈ છે

  સિએટલની આ ગલી 'ધ બ્લેડ' તરીકે ઓળખાય છે, જ્યાં દરરોજ રાત્રે મહિલાઓ ગ્રાહકોને આકર્ષવા માટે ઓછા કપડામાં રસ્તા પર ઉભી જોવા મળે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ શેરીની નજીક દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓ જેવી કે Amazon અને Appleની ઓફિસો પણ આવેલી છે. પરંતુ તેમ છતાં આ વિસ્તારમાં વેશ્યાવૃત્તિનો ધંધો ઝડપથી ફેલાઈ રહ્યો છે. 

અહેવાલો અનુસાર દરરોજ લગભગ 300 લોકો આ શેરીમાં આવે છે અને લગભગ 60 મહિલાઓ આ વેપાર સાથે સંકળાયેલી છે. કોવિડ -19 રોગચાળા દરમિયાન પરિસ્થિતિ વધુ વણસી હતી, જ્યારે ક્લબ અને બાર બંધ કરવામાં આવ્યા હતા અને મહિલાઓને શેરીઓમાં આવવાની ફરજ પડી હતી.

 

સિેએટલ સિટી વોશિંગ્ટન રાજ્યનું મુખ્ય શહેર છે. આ મુખ્ય બંદર પણ છે. તે પ્રશાંત મહાસાગર અને લેક વોશિંગ્ટનની વચ્ચે છે. અહીંથી કેનેડાની સરહદ માત્ર 160 કિમી છે.

(7:32 PM IST)