<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

પંજાબમાં ભયાનક બસ દુર્ઘટના: બ્રેક ફેલ જતા રોડના બસ સ્ટોપ સાથે બસ અથડાઈ: ૮ થી ૧૦ ના મોત: ૨૦ ઘાયલ

પંજાબ: ગુરદાસપુરના બટાલાથી મોહાલી જઈ રહેલ મુસાફરોથી ભરેલી બસની બ્રેક ફેલ જતા રોડ પરના બસ સ્ટોપ સાથે અથડાઈ હતી.

આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ૮-૧૦ લોકોના મોત થયા છે અને ૨૦ લોકો ઘાયલ થયા છે. જોકે વહીવટીતંત્ર દ્વારા ૩ મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.

પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો નજીકના ગામોના રહેવાસી છે. બસમાં ૪૦ થી વધુ લોકો સવાર હતા. રોડ પર જઈ રહેલી એક બાઇક અને સ્કૂટર પણ બસની નીચે ફસાઈ ગયા હતા.

 

(8:00 PM IST)