તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ઈલેક્ટોરલ બોન્ડ કેસ : કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધાશે નહીં! : કર્ણાટક હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપવાનો આદેશ આપ્યો
બીજેપીના તત્કાલિન અધ્યક્ષ નલિન કુમાર કાતિલ સામે નોંધવામાં આવેલી એફઆઈઆરમાં વધુ તપાસ પર રોક લગાવવામાં આવી - જે આ કેસ માં છે સહઆરોપી

નવી દિલ્હી : સોમવારે કર્ણાટક હાઈકોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને અન્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR પર 22 ઓક્ટોબર સુધી વચગાળાનો સ્ટે આપવાનો આદેશ આપ્યો છે.
કર્ણાટક બીજેપીના તત્કાલિન પ્રમુખ નલિન કુમાર કાતિલ સામે આ કેસમાં સહઆરોપીઓ સામે નોંધાયેલી એફઆઈઆરમાં વધુ તપાસ પર સ્ટે આપવામાં આવ્યો છે. તેના પર ચૂંટણી બોન્ડની આડમાં ખંડણી ઉઘરાવવાનો આરોપ છે. આ કેસની આગામી સુનાવણી 22 ઓક્ટોબરે થશે.
વિશેષ અદાલતના આદેશના આધારે, કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારીઓ, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં બીજેપી કર્ણાટકના વડા બીવાય વિજયેન્દ્ર અને પાર્ટીના નેતા નલિન કુમાર કાતિલનું નામ પણ છે.
કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું હતું કે "પ્રતિવાદી દ્વારા વાંધો દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી, પ્રાથમિક દૃષ્ટિએ પણ તપાસની મંજૂરી આપવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ સમાન ગણાશે. તેથી, હું (કોર્ટ) સુનાવણીની આગામી તારીખ સુધી આ મામલે વધુ તપાસ અટકાવવાનું યોગ્ય માનું છું."
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
