તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
મોદી સરકાર રિયલ ટાઈમ મોનિટરિંગ અને સરળ જીએસટી સ્લેબ સાથે ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરવા જઈ રહી છે : ન્યુઝફર્સ્ટનો અત્યંત ગોપનીય સ્ફોટક અહેવાલ : સરકાર તરફથી સત્તાવાર વિગતોની જોવાઈ રહી છે રાહ
સંભવિત ૧લી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ, સરકાર મોટા ફેરફારો અને નવા માળખા સાથે નવો આવકવેરા કાયદો રજૂ કરી શકે છે - ન્યુઝ ફર્સ્ટ

મોદી સરકાર રિયલ ટાઈમ મોનિટરિંગ અને સરળ જીએસટી સ્લેબ સાથે ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરવા જઈ રહી છે: ન્યુઝફર્સ્ટનો અત્યંત ગોપનીય સ્ફોટક અહેવાલ
ન્યુઝફર્સ્ટને મળતી જાણકારીઓ મુજબ, "હાલનાં સમયમાં આ દિવસોમાં નાણા મંત્રાલય આવકના મુખ્ય સ્ત્રોત છે તેવા પ્રત્યક્ષ કર અને પરોક્ષ કરને રિયલટાઈમ રીતે વસુલ કરવાની વ્યવસ્થાઓ તૈયાર કરવામાં વ્યસ્ત છે, જેને તબક્કાવાર રજુ કરવામાં આવશે."
ન્યુઝફર્સ્ટ વધુમાં લખે છે કે, "સંભવિત ૧લી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ; સરકાર મોટા ફેરફારો અને નવા માળખા સાથે નવો આવકવેરા કાયદો રજૂ કરી શકે છે, જેનો હેતુ તમામ ક્ષેત્રોમાં વાસ્તવિક સમયના આધારે (રિયલટાઈમ) થતા વ્યવહારોમાં કરનાં સ્ત્રોતો પર દેખરેખ રાખવાની જોગવાઈઓ સમાવિષ્ટ કરવામાં આવશે તેવી સંભાવનાઓ ચર્ચાઈ રહી છે."
ન્યુઝફર્સ્ટનાં અહેવાલ મુજબ, "આ રિયલ ટાઈમ કર વસુલવાની વ્યવસ્થાનાં બીજા તબક્કામાં; સરકાર વાસ્તવિક સમયના ધોરણે તમામ કરદાતાઓ પર વાસ્તવિક કર જવાબદારીઓ (વ્યક્તિગત અને કોર્પોરેટ) પર દેખરેખ રાખી શકે છે."
ન્યુઝ ફર્સ્ટ વધુમાં જણાવે છે કે, "સંભવિત ૧ જુલાઈ ૨૦૨૫નાં રોજ સરકાર ૧૨% અને ૧૮% વાળા કર સ્લેબને એક કર સ્લેબમાં મર્જ કરવાની યોજના બનાવીને ચારમાથી ત્રણ સ્તરના જીએસટી સ્લેબમાં છૂટછાટ આપી શકે છે."
ન્યુઝફર્સ્ટ ને મળેલી જાણકારી મુજબ, "સરકારી આવકને અસર પહોંચાડયા વિના અમુક માલ/સેવાઓમાં જીએસટી દરો બદલવાનું પણ સરકાર વિચારી રહી છે.""
નાણાં મંત્રાલય દ્વારા આદરવામાં આવેલી પ્રક્રિયામાં જો બધું સમું-નમું ઉતરશે તો ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ અને ૧ જુલાઈ ૨૦૨૫નાં રોજ શેડ્યુલ મુજબ બન્ને આવક સ્ત્રોતો (પ્રત્યક્ષ અને પરોક્ષ કર) જાહેર કરવામાં આવશે. તેવું નાણાં મંત્રાલય સાથે સંકળાયેલા ટોચનાં સૂત્રો જણાવી રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે,"* તેવું ન્યુઝફર્સ્ટનો અહેવાલ જણાવે છે.
હાલ આ મુદ્દે સરકાર તરફથી સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
