<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

હિઝબોલ્લાહ ઈઝરાયેલ સાથે જમીની લડાઈ માટે તૈયાર બનાવ્યો ગુપ્ત પ્લાન! :કહ્યું- જવાબ 2006 જેવો આપશે

લેબનોનમાં પેલેસ્ટિનિયન સંગઠનોના ચાર નેતાઓ માર્યા ગયા: લેબનોને કહ્યું, ઈઝરાયેલને જવાબ આપવામાં આવશે

બેરુત:લેબનોનમાં ટૂંક સમયમાં જમીની હુમલો કરવાની ઇઝરાયેલની તૈયારી વચ્ચે હિઝબુલ્લાએ કહ્યું છે કે તે લડાઇ માટે તૈયાર છે, 2006ના યુદ્ધની જેમ ઇઝરાયેલને ફરી એકવાર હારનો સામનો કરવો પડશે. હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ નઈમ કાસિમે કહ્યું છે કે ઘણા નેતાઓને ગુમાવવા છતાં અમારું મનોબળ ઓછું નથી થયું.

   અમારા રોકેટ અને મિસાઈલ હુમલા ઈઝરાયેલની અંદર 150 કિલોમીટર સુધી થઈ રહ્યા છે અને અમે ગ્રાઉન્ડ કોમ્બેટમાં પણ લડવા માટે તૈયાર છીએ. દરમિયાન, લેબનોન બોર્ડર પર ઇઝરાયલી દળોનો જમાવડો વધી રહ્યો છે, સોમવારે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ ત્યાં પહોંચ્યા અને સૈનિકોને સંબોધિત કર્યા. લેબનોનમાં ઇઝરાયેલના તાજેતરના હુમલાઓમાં ગાઝામાં કાર્યરત પેલેસ્ટિનિયન સંગઠનોના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. 

  સોમવારે, હમાસે જણાવ્યું હતું કે તેના નેતા ફતાહ શરીફ અબુ અલ-અમીન લેબનોનના ટાયર શહેરમાં ઇઝરાયેલી બોમ્બમારામાં માર્યા ગયા હતા, જ્યારે પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઇન (PFLP) એ જણાવ્યું હતું કે કેન્દ્રમાં ઇઝરાયેલી હુમલામાં બેરૂતના તેના ત્રણ નેતાઓ માર્યા ગયા છે. આ તમામ લેબનોનથી સંગઠનની ગતિવિધિઓ ચલાવતા હતા. 

   સોમવારે પ્રથમ વખત ઇઝરાયેલના વિમાનોએ બેરૂતના કેન્દ્ર પર બોમ્બમારો કર્યો હતો. લેબનોનમાં ઇઝરાયેલના હુમલા જે રવિવારની મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા તેમાં એક જ દિવસમાં 105 લોકો માર્યા ગયા હતા. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે તેહરાન ઈઝરાયલના તમામ ગુનાહિત કૃત્યોનો જવાબ આપશે અને કોઈપણ મુદ્દાને છોડવામાં આવશે નહીં 

  આ હુમલાઓએ ઈરાન સમર્થિત શિયા સશસ્ત્ર સંગઠન હિઝબુલ્લાહના સમગ્ર નેતૃત્વને ખતમ કરી નાખ્યું છે. લગભગ 10 લાખ લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું. સીરિયામાં એક લાખથી વધુ લોકો સરહદ પાર કરી ગયા છે, જેમાંથી મોટી સંખ્યામાં સીરિયન નાગરિકો છે જેમણે વર્ષો પહેલા ગૃહયુદ્ધમાંથી ભાગીને લેબનોનમાં આશ્રય લીધો હતો.

(9:35 PM IST)