તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
એક જ ઝાટકે લાખો મકાનો ધરાશાયી કરનાર વાવાઝોડું 100 વર્ષ પછી ફરી આવી રહ્યું છે.
આગામી થોડા દિવસોમાં બે સુપર ટાયફૂન લેન્ડફોલ કરે તેવી સંભાવના જો આ વાવાઝોડું શહેરોની નજીકના દરિયાકાંઠે અથડાશે તો ભારે નુકસાન થશે.

નવી દિલ્હી :દક્ષિણ એશિયાના ઘણા દેશો તોફાનના અવાજથી ચિંતિત છે. જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસોમાં બે સુપર ટાયફૂન લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. તેમાંથી એક ક્રેથોન 215 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરશે, જ્યારે બીજી જેબીએ 100 વર્ષ પહેલા જાપાનમાં ભારે વિનાશ સર્જ્યો હતો.
જાપાન ટાઇમ્સ અનુસાર, ટાયફૂન જેબી સોમવારે સવારે ચિચિજીમાથી 220 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં હતું. તેની સ્પીડ હજુ પણ ઓછી છે, પરંતુ તે જલ્દી જ સ્પીડ વધારી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે મંગળવારે સવારે તે હાચિજોજીમાથી લગભગ 190 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં હશે. ટાયફૂન જેબીએ અગાઉ 98,000 ઘરોનો નાશ કર્યો હતો અને 3 મિલિયનથી વધુ લોકોને મહિનાઓ સુધી બેઘર કર્યા હતા. જો કે, આ તોફાનમાં જાનહાનિ પ્રમાણમાં ઓછી હતી, જેમાં 14 મૃત્યુ અને 980 ઘાયલ થયા હતા
હવામાન નિષ્ણાતોનું માનવું છે કે જો આ વાવાઝોડું શહેરોની નજીકના દરિયાકાંઠે અથડાશે તો ભારે નુકસાન થશે. સમુદ્રમાં મોજા કેટલાંક ફૂટ વધી શકે છે અને શહેરોમાં પૂર આવી શકે છે. તેથી લોકોને બીચથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ઘણા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તોફાની પવન, વીજળી અને ભારે વરસાદના કારણે ઈમારતોને નુકસાન થવાની સંભાવના છે અને પૂરની પણ સંભાવના છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
