<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

કાર રોકીને ચાહકોને આપ્યો ઓટોગ્રાફ.અને .... હાર્દિક પંડ્યાએ ફરી જીતી લીધું દિલ : જુઓ વાયરલ વીડિયો

હાર્દિક પંડ્યા પ્રેક્ટિસ બાદ નેશનલ ક્રિકેટ એકેડમી જતો હતો ત્યારે રસ્તામાં તે ચાહકોને મળ્યો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. આ સિરીઝની છેલ્લી ટેસ્ટ કાનપુરમાં રમાઈ રહી છે. આ પછી બંને ટીમો T20 શ્રેણીમાં આમને-સામને થશે.

   ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાશે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ સિરીઝ માટે ઘણો પરસેવો પાડી રહ્યો છે. હાલમાં હાર્દિક પંડ્યા બેંગ્લોરમાં સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. ભારત-બાંગ્લાદેશ ટી-20 સીરીઝ દરમિયાન હાર્દિક પંડ્યા મેદાન પર જોવા મળશે. આ પહેલા તે શ્રીલંકા સામેની શ્રેણીમાં રમ્યો હતો.

  ભારત-બાંગ્લાદેશ ટી-20 સિરીઝ પહેલા હાર્દિક પંડ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિક પંડ્યા પ્રેક્ટિસ બાદ નેશનલ ક્રિકેટ એકેડમી જઈ રહ્યો છે, પરંતુ રસ્તામાં તે ચાહકોને મળે છે. જે બાદ ભારતીય ઓલરાઉન્ડરે ચાહકોને ઓટોગ્રાફ આપ્યા હતા. ક્રિકેટ ચાહકોને હાર્દિક પંડ્યાની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને હાર્દિક પંડ્યાના વખાણ કરી રહ્યા છે.

(11:23 PM IST)