<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

વૈશ્વિક સંકેતો વચ્ચે સોનાના ભાવમાં સ્થિરતા : ચાંદીમાં કીલો દીઠ રૂપિયા 2000નો કડાકો

ચાંદીના ભાવમાં સતત ત્રણ દિવસ તેજી બાદ બ્રેક લાગી :આંતરરાષ્ટ્રીય બજારમાં મોડી રાત્રે સોના અને ચાંદી બન્ને કિંમતી ધાતુમાં મોટો ઘટાડો

નવી દિલ્હી : વિશ્વ બજારમાંથી મળેલા સંકેતો વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાની કિંમતમાં એકંદરે સ્થિત રહ્યા હતા. દિલ્હી ખાતે સોનુ 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 78,300 રહ્યું હતું.

જોકે ચાંદીના ભાવમાં સતત ત્રણ દિવસ તેજી બાદ આજે બ્રેક લાગી હતી. સોમવારે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 2000 ગગડીને રૂપિયા 92,500 રહ્યો હતો. ગઈકાલે ચાંદીનો ભાવ રૂપિયા 94,500 હતો.

અમદાવાદ ખાતે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ સોનુ (99.9) રૂપિયા 78,200થી રૂપિયા 400 ગગડીને રૂપિયા 77,800 રહ્યા હતા. જ્યારે સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 78,200થી રૂપિયા 400 ગગડી રૂપિયા 77,800 રહ્યા છે. જ્યારે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 90,000 પર યથાવત રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં મોડી રાત્રે સોના અને ચાંદી બન્ને કિંમતી ધાતુમાં મોટો ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ 27.01 ડોલર ગગડીને 2,636.91 ડોલર થયા હતા. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.52 ડોલર એટલે કે 1.62 ટકા 31.25 ડોલર રહ્યા હતા.

(11:32 PM IST)