તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 1st October 2024
રાજસ્થાનના આ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : પત્રમાં લખ્યું- જેહાદીઓના મોતનો બદલો લેશે
દેશના અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:પત્રના લેખકે કહ્યું છે કે અમે જેહાદીઓના મોતનો બદલો લઈશું.

રાજસ્થાનના હનુમાનગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હનુમાનગઢ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એક અજાણ્યો વ્યક્તિ સ્ટેશન માસ્તરને પત્ર આપીને ચાલ્યો ગયો. પત્ર વાંચીને જાણવા મળ્યું કે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખેલી હતી. મળતી માહિતી મુજબ, આ પત્ર પીળા રંગના પરબિડીયામાં મોકલવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, 30 સપ્ટેમ્બરના રોજ હનુમાનગઢ પોસ્ટ ઓફિસ દ્વારા આ પત્ર પર સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હતો. જે કાગળ પર પત્ર લખાયો છે તે ખૂબ જૂનો છે. પત્રમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં લખ્યું છે કે અમે જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા જેહાદીઓના મોતનો બદલો લઈશું. પત્ર લખનાર વ્યક્તિએ તેનું નામ એરિયા કમાન્ડર મોહમ્મદ સલીમ અંસારી હોવાનું જણાવ્યું છે.
આ પત્રમાં 30 ઓક્ટોબરે હનુમાનગઢ, 2 નવેમ્બરના રોજ કેટલાક રેલવે સ્ટેશન અને ઉજ્જૈન મહાકાલ મંદિર અને 2 નવેમ્બરે જયપુરના કેટલાક ધાર્મિક સ્થળો સહિત અનેક સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર સામે આવ્યા બાદથી જ ખળભળાટ મચી ગયો છે. પત્રની જાણકારી મળતા જ જીઆરપી, આરપીએફ, જંકશન પોલીસ સ્ટેશનની ટીમ સ્ટેશન પર પહોંચી ગઈ છે અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે
આ સાથે સ્ટેશન અને આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી આ પત્ર કોણે મોકલ્યો હતો. પત્ર આપનાર અજાણ્યા વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે. એએસપી પ્યારેલાલના જણાવ્યા અનુસાર આ મામલાની સઘન તપાસ કરવામાં આવી રહી છે
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
