તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 1st October 2024
ઈરાને ઈઝરાયલ પર 200 થી વધુ બેલિસ્ટિક મિસાઈલ છોડ્યા :નેતન્યાહુ બંકરમાં ગયા:અમેરિકા પણ એક્શનમાં : જુઓ વિડિઓ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા સાથે જ ઈઝરાયલે એમ પણ કહ્યું છે કે તે ઈરાન, લેબનોન, ઈરાક કે યમન બધાને જોઈ લેશે

મધ્ય પૂર્વ એક મોટા યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહને તાજેતરમાં ઇઝરાયેલ દ્વારા મારવામાં આવ્યો હતો. આ પછી હવે ઈઝરાયેલની સેના જમીની હુમલા માટે લેબનોનમાં ઘુસી ગઈ છે.
આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો શરૂ કરી દીધો છે. અહેવાલો અનુસાર ઈરાન તરફથી અત્યાર સુધીમાં લગભગ 200 જેટલી બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે.
ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ છોડી છે અને દેશભરમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. ઈઝરાયેલે નાગરિકોને આશ્રય લેવા સૂચના આપી છે. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર ઈરાની મિસાઈલો ઈઝરાયેલ સુધી પહોંચવા લાગી છે અને એર ડિફેન્સે તેમાંથી ઘણીને તોડી પાડી છે
મળતી માહિતી મુજબ ઈરાની અસ્ત્રોના નિશાન પર 10 મિલિયન નાગરિકો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પણ આશ્રયસ્થાનમાં ગયા છે અને ત્યાંથી અપડેટ્સ મેળવી રહ્યા છે. સમગ્ર ઇઝરાયેલમાં સાયરન વાગી રહ્યા છે. ઈરાની મિસાઈલોને ઈઝરાયેલ જતા જોર્ડન એરસ્પેસમાં અટકાવવામાં આવી છે.
અમેરિકી રક્ષા મંત્રી લોઈડ ઓસ્ટીને કહ્યું છે કે ઈરાન ઈઝરાયેલ પર સીધો હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેણે કહ્યું કે મેં મારા ઈઝરાયલી સમકક્ષ સાથે ઈરાનને જે ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે તેની ચર્ચા કરી છે. તે જ સમયે, ઇઝરાયેલ તરફ ઇરાની મિસાઇલોની પ્રથમ લહેર પછી, ઇરાકે એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે
એપીના અહેવાલ મુજબ, અમેરિકન અધિકારીઓએ કહ્યું હતું કે ઈરાન ટૂંક સમયમાં બેલેસ્ટિક મિસાઈલથી ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાએ ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે ઈઝરાયેલ પર કોઈપણ સીધો સૈન્ય હુમલો કરવાના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે
ઘણી બાજુથી હુમલાનો સામનો કરી રહેલા ઈઝરાયેલે પણ આ ખતરાને લઈને નિવેદન જાહેર કર્યું છે. ઈઝરાયલની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમ કોઈપણ ખતરા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈઝરાયેલે કહ્યું છે કે અમે ઈરાન, લેબેનોન, ઈરાક અથવા યમન તરફથી કોઈપણ હુમલાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
અમેરિકન અધિકારીઓએ માહિતી આપી છે કે તાજેતરમાં જ ઈરાનમાં મિસાઈલ લોન્ચ પેડ્સની ગતિવિધિઓ મળી આવી હતી. એક અમેરિકી સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે ઈરાન આજે રાત્રે ઈઝરાયેલ પર ડ્રોન અને ક્રુઝ મિસાઈલ છોડી શકે છે. ઇઝરાયેલમાં યુએસ એમ્બેસીએ તેના કર્મચારીઓને ઉચ્ચ સ્તરીય ચેતવણી આપી છે. યુએસ એમ્બેસીએ નાગરિકોને ઘરે પાછા ફરવા અને આશ્રયસ્થાનમાં જવા માટે તૈયાર રહેવા સૂચના આપી છે
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
