તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 1st October 2024
ઈરાનનો મિસાઈલ હુમલો સમાપ્ત :નાગરિકો હવે બંકરો-આશ્રય સ્થાનોમાંથી બહાર નીકળી શકે : મોડીરાત્રે ઇઝરાયેલ સેનાની જાહેરાત : જુઓ વિડિઓ
ઈરાની બેલેસ્ટિક મિસાઈલ એટેકમાં ઈઝરાયેલના ગેડેરામાં આવેલ શાળાને ભારે નુકસાન : ઈરાને 400 થી વધુ બેલેસ્ટિક મિસાઈલ છોડ્યા તેમાંના ૯૦ % મિસાઈલોને ઇઝરાયલે હવામાં જ ફુંકી માર્યાના અહેવાલો

ઇઝરાઇલ લશ્કરે મોડી રાત્રે જાહેર કર્યું છે કે ઈરાનનો મિસાઈલ હુમલો પૂરો થયો છે અને ઇઝરાયેલના નાગરિકો હવે બંકરો - આશ્રય સ્થાનોમાંથી બહાર નીકળી શકે છે.
ઈરાન તરફથી હવે બીજો મિસાઈલ એટેક થવાની ઇઝરાયેલ સંભાવના જોતું નથી, એટલે નાગરિકો પોતાના આશ્રય સ્થાનો સલામત રીતે છોડી શકે છે, તેમ ઇઝરાયેલી લશ્કર લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું છે.
ઈરાનના મિસાઈલ મારામાં ઇઝરાયેલમાં આવેલ એક સ્કૂલમાં ભારે નુકસાન થયું છે
ઈરાની બેલેસ્ટિક મિસાઈલ એટેકમાં ઈઝરાયેલના ગેડેરામાં આવેલ શાળાને ભારે નુકસાન થયું છે
દરમિયાન ઈરાને 400 થી વધુ બેલેસ્ટિક મિસાઈલ છોડ્યા તેમાંના ૯૦ % મિસાઈલોને ઇઝરાયલે હવામાં જ ફુંકી માર્યાના અહેવાલો મળે છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
