<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના હેડક્વાર્ટર પર પણ હુમલો કરાયો હતો :ઇરાનનો મોટો દાવો

લેબનોનમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની હત્યા બાદ ઈરાને ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો; સેંકડો બેલેસ્ટિક મિસાઈલો છોડી

ઈરાને ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. તેણે સેંકડો બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈરાનનો દાવો છે કે તેણે ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદના હેડક્વાર્ટરને પણ નિશાન બનાવ્યું છે. આ હુમલામાં મોસાદનું હેડક્વાર્ટર નષ્ટ થઈ ગયું છે. આ સાથે નેત્ઝારીમ કોરિડોર પર સ્થિત ઈઝરાયેલની ટેન્કને પણ નિશાન બનાવવામાં આવી છે.

   એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલના 20 F-35 ફાઇટર પ્લેનને તોડી પાડવામાં આવશે. જો કે, ઇઝરાયેલની સૈન્ય, IDF, કહે છે કે તેણે ઇઝરાયેલ પર છોડવામાં આવેલી 180 બેલેસ્ટિક મિસાઇલોને મોટી સંખ્યામાં અટકાવી હતી. ઇઝરાયેલનો આયર્ન ડોમ સક્રિય હતો


 

(12:46 AM IST)