તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
માતાની લાશના ટુકડા કરીને હૃદય, કિડની, આંતરડા પકાવીને ખાઈ ગયો
બોમ્બે હાઇકોર્ટે એ ફટકારી ફાંસી

બોમ્બે હાઈકોર્ટે એક ગુનેગારને તેની પોતાની માતાની હત્યા કરવા અને તેના શરીરના અંગો ખાવા માટે આપવામાં આવેલી મળત્યુદંડની સજાને યથાવત રાખી છે, એમ કહીને કે તે નરભક્ષીતાનો કેસ છે. સુનીલ કુચકોરવી નામના ગુનેગારને ૨૦૧૭ માં કોલ્હાપુર જિલ્લા અદાલત દ્વારા તેની માતાની ભયાનક હત્યા અને તેના શરીરના ભાગોને કથિત રીતે ખાવા માટે દોષિત જાહેર કર્યા પછી મળત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, કારણ કે તે આદમખોરનો કેસ છે. કુચકોરવીએ આ સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને પળથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો હતો કે આ કેસ ઁદુર્લભમાંથી દુર્લભઁ છે, જેમાં દોષિત માટે સુધારાની કોઈ શકયતા નથી. તેથી તેની ફાંસીની સજા ઘટાડી શકાય નહીં.
શું હતો ૨૦૧૭નો બનાવ
કોર્ટની કાર્યવાહી દરમિયાન, સાત વર્ષ પહેલા બનેલા ભયાનક હત્યાનો બનાવ જણાવાયો હતો. દોષિત ઠરેલા કુચકોરવીએ તેની ૬૩ વર્ષીય માતા યલ્લામા રામા કુચકોરવીની હત્યા કરી હતી અને લાશના ટુકડા કરીને મગજ, હૃદય, લીવર, કિડની અને આંતરડા સહિત તેના ઘણા અંગોને રાંધીને ખાઈ ગયો હતો. માતાની લાશ પરથી હાર્ટ કાઢવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેને પકડવામાં આવ્યો હતો.
કેમ કરી હતી હત્યા?
ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે જ્યારે માતાએ દારુ પીવાના પૈસા ન આપ્યાં ત્યારે સુનીલે તેની અત્યંત ઘાતકી રીતે હત્યા કરી નાખી હતી અને પછી અંગો રાંધીને ખાઈ ગયો હતો.
માતાની ઘાતકી હત્યાની કહાની અને જે રીતે શરીરના ટુકડા કરીને શરીરના અંગો ઉઠાવી લેવાયા તે ભયાનક રીતે જાણીને હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું કે આ સ્પષ્ટપણે રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં આવે છે. ખંડપીઠે કહ્યું કે દોષિતે માત્ર તેની માતાની જ હત્યા કરી નથી પરંતુ તેના શરીરના ભાગોને રાંધીને તેનું સેવન પણ કર્યું છે, જે એક જઘન્ય અપરાધની શ્રેણીમાં આવે છે. હાઈકોર્ટે કહ્યું કે ગુનેગારની વળત્તિઓને જોતા એવું લાગતું નથી કે તે કોઈ સુધારના સંકેતો દર્શાવે છે. ડિવિઝન બેન્ચે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો આ ગુનેગારને આજીવન કેદની સજા થશે તો તે જેલની અંદર પણ આવો જ ગુનો કરી શકે છે. હાલમાં કુચકોરવી પુણેની યરવડા જેલમાં બંધ છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
