તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
પુણેના બાવધનમાં વહેલી સવારે હેલિકોપ્ટર ક્રેશની ઘટના :3 લોકોના ઘટના સ્થળે મોત
મુંબઈ જઈ રહેલા હેલિકોપ્ટરમાં પાઈલટ પરમજીત સિંહ અને જીકે પિલ્લઈ અને એન્જિનિયર પ્રિતમ ભારદ્વાજ સવાર હતા

મહારાષ્ટ્રમાં પુણેમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોના મોત થયા છે. મુંબઈ જઈ રહેલા આ હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા. જેમાં પાઈલટ પરમજીત સિંહ અને જીકે પિલ્લઈ અને એન્જિનિયર પ્રિતમ ભારદ્વાજનો સમાવેશ થાય છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે હેલિકોપ્ટર પૂણેના હેરિટેજ એવિએશનનું હતું. અકસ્માતના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં આગની જ્વાળાઓ દેખાઈ રહી છે.
પિંપરી ચિંચવાડ પોલીસનું કહેવું છે કે હેલિકોપ્ટર બુધવારે સવારે 6.45 વાગ્યે પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. જો કે હજુ સુધી હેલિકોપ્ટર કોનું હતું, તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. આ અકસ્માત બાવધન પાસે થયો હતો.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
