તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
ઈઝરાયેલ પર હુમલા બાદ હવે સમગ્ર ઈરાનમાં ભય : બધી ફ્લાઈટ્સ રદ : ઈઝરાયેલ કોઈપણ સમયે હુમલો કરી શકે!
ઈરાને તેની એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી

તેહરાન : ઈઝરાયેલ પર હુમલા બાદ હવે ઈરાનમાં ભયનો માહોલ છે. ઈરાને તેની એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે તમામ ફ્લાઈટો પણ રદ્દ કરવામાં આવી છે. ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ઈરાને ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે 5 વાગ્યા સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી છે.
મંગળવારે રાત્રે ઈરાને ઈઝરાયેલ પર 181 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન ઈઝરાયેલે એક કલાક અને બેન ગુરિયન એરપોર્ટ થોડા સમય માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
