<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

સતર્ક રહો:તહેરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહો :ભારતે લોકોને ઈરાન ન જવાની સલાહ આપી

ભારતીય નાગરિકોને ઈરાનની તમામ બિનજરૂરી યાત્રાઓ ટાળવાની સલાહ

નવી દિલ્હી : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને પગલે ભારતે લોકોને ઈરાન ન જવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું, “અમે આ ક્ષેત્રમાં સુરક્ષાની સ્થિતિમાં તાજેતરના વધારા પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનની તમામ બિનજરૂરી મુસાફરી ટાળે. "હાલમાં ઈરાનમાં રહેતા લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સતર્ક રહે અને તેહરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે.

(1:09 PM IST)