News of Wednesday, 2nd October 2024
હાય રે ગરીબી ! માતા-પિતાએ તેમનું નવજાત બાળક વેચી દીધું
માતા-પિતાએ પોતાનું બાળક માત્ર ૭ હજાર રૂપિયામાં નિઃસંતાન દંપતીને વેચી દીધું

ભુવનેશ્વર, તા.૨: ઓડિશામાંથી એક કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે જે જાણીને તમે ચોંકી જશો. હકીકતમાં, અહીં ગરીબીથી કંટાળીને એક ગરીબ માતા-પિતાએ પોતાનું બાળક સાત હજાર રૂપિયામાં એક નિઃસંતાન દંપતીને વેચી દીધું. બાળકને વેચાતું જોઈને માતા ભાવુક થઈ ગઈ અને તેણે તેના પતિને આવું કરતા રોકયા. માતાએ તેને અટકાવ્યા પછી પણ પતિ રાજી ન થયો ત્યારે માતાએ પોલીસને જાણ કરી અને બાળકને પરત મેળવ્યું.
આ ઘટના એક અઠવાડિયા પહેલા ઓડિશાના જાજપુર જિલ્લાના દશરથપુર વિસ્તારમાં બની હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે માતાએ પોતાનો નિર્ણય બદલ્યો અને બાળકને પરત લેવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેના પતિએ સાંભળ્યું નહીં, ત્યારે મહિલાએ પોલીસને તેના બાળકને બચાવવા માટે અપીલ કરી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાળકના માતાપ્રપિતા ગરીબ છે. ત્રીજા બાળકના જન્મથી તે પરેશાન હતો. આથી આ સોદો એક વચેટિયા મારફત થયો હતો.
માતાની ફરિયાદ બાદ પોલીસની એક ટીમ મંગળવારે જાજપુર જિલ્લાના હલાડીપાડા ગામમાં ગઈ હતી અને બાળકને પરત મેળવ્યું .ચાઈલ્ડલાઈન કોઓર્ડિનેટર બરેંદ્ર કળષ્ણ દાસે જણાવ્યું હતું કે, બાળક હાલમાં સરકાર દ્વારા માન્ય એનજીઓની સંભાળ હેઠળ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ પછી નવજાત બાળકને આગળની કાર્યવાહી માટે બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
