<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

PM મોદીએ ફોન કરીને પૂછયા રજનીકાંતના ખબર અંતર

રજનીકાંતની તબિયતની સારી સ્‍થિતિ જાણવા માટે એક્‍ટરની પત્‍ની સાથે વાત કરી હતી

નવી દિલ્‍હી, તા.૨: રજનીકાંતના ફેન્‍સ ત્‍યારથી ટેન્‍શનમાં આવી ગયા છે, જ્‍યારથી મેગાસ્‍ટારને તાત્‍કાલિક રીતે હોસ્‍પિટલમાં દાખલ કરવા પડ્‍યા છે. હાલ ફેન્‍સ ઘણા પરેશાન છે. દરેક લોકો તેમના ઝડપથી સ્‍વસ્‍થ થવાની કામના કરી રહ્યા છે. મંગળવારે રજનીકાંતની હાર્ટ સર્જરી કરાઈ હતી.

આ સમાચાર બાદ દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ એ ફોન કરીને રજનીકાંતના ખબરઅંતર પૂછયા છે. તેઓએ રજનીકાંતની તબિયત વિશે જાણવા તેમની પત્‍ની સાથે ફોન પર વાત કરી હતી. તમિલનાડુ ભાજપના નેતા કે. અન્નામલાઈએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ 'X' પર આ માહિતી શેર કરી છે. તેમણે પીએમ મોદી અને રજનીકાંતની જૂની તસવીર સાથે આ પોસ્‍ટ શેર કરી છે.

 ભાજપના નેતા કે. અન્નામલાઈએ તેમની પોસ્‍ટમાં લખ્‍યું- ‘આપણા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીજી એ અમારા સુપરસ્‍ટાર રજનીકાંતજીની તબિયત અંગે લતા રજનીકાંત સાથે ટેલિફોન પર વાત કરી હતી. વડાપ્રધાનને સર્જરી બાદ રજનીકાંતના હાલચાલની માહિતી આપવામાં આવી હતી અને વડાપ્રધાને તેમને ઝડપથી સ્‍વસ્‍થ થવાની કામના કરી હતી.

હોસ્‍પિટલ તરફથી મંગળવારે સાંજે મેગાસ્‍ટારનું હેલ્‍થ બુલેટિન જારી કરવામાં આવ્‍યું હતું. જેમાં કહેવામાં આવ્‍યું હતું કે, મેગાસ્‍ટારનું હાર્ટ સાથે સંબંધિત સફળ ઓપરેશન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગુરુવાર સાંજ સુધી તેમને હોસ્‍પિટલમાંથી રજા મળી જશે. હોસ્‍પિટલના અધિકારીઓનું કહેવું છે કે, રજનીકાંતે ૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪એ ગ્રીમ્‍સ રોડના અપોલો હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા

(3:24 PM IST)