તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
ચિની સમુદ્રમાં બે તોફાન ઉદ્ભવ્યાઃ તેની દિશા ભારતથી વિપરિતઃ ચિંતા નહીઃ સ્કાયમેટનો વરતારો

નવી દિલ્હી : ચિની સમુદ્રમાં બે તોફાનો ઉદ્ભવ્યા છે. જો કે તેની દિશા ભારતથી વિરૂધ્ધ હોવાથી કોઇ ખતરો ન હોવાનું સ્કાય મેટના વરતારમાં જણાવાયું છે. ઉપરાંત ઘણી યુટયુબ ચેનલમાં ખતરો જણાવાય રહ્યો છે. પણ ચિંતાનું કોઇ કારણ નથી.
ઉપરાંત ૧ જુન થી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે આખા દેશમાં સરેરાશ ૮ ટકા વધુ વરસાદ પડયો છે. કુલ મળીને ૯૩૪. ૮ મીમી વરસાદ થયો છે. જયારે સામાનરીતે ૮૬૮.૬ મીમી વરસાદ પડે છે. આગામી દિવસોમાં પૂર્વી ભારત સહિત ઉતર પૂર્વી ભારત અને દક્ષીણ ભારતમાં ચોમાસુ સક્રિય બની રહેશે. દક્ષિણી ગુજરાત અને દક્ષિણી મધ્યપ્રદેશમાં ખુબજ હળવો વરસાદ પડશે. જયારે દક્ષીણ ભારતમાં સારો વરસાદ પડશેનું સ્કાયમેટે ઉમેર્યુ હતું. (૩.૬)
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
