<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

લેબનોનમાં હમાસ સાથે ઇઝરાયેલના યુદ્ધની અસર યુરોપમાં પણ જોવા મળી : ડેનમાર્કમાં ઇઝરાયેલી દૂતાવાસ નજીક બે પ્રચંડ વિસ્ફોટ થયા

સશસ્ત્ર અધિકારીઓ, સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક ટીમો વિસ્તારનું નિરીક્ષણ કરી રહી છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો

કોપનહેગન : લેબનોનમાં હમાસ સાથે ઇઝરાયેલના યુદ્ધની અસર યુરોપિયન દેશોમાં પણ દેખાવા લાગી છે. ડેનિશ રાજધાની કોપનહેગનમાં ઇઝરાયેલી દૂતાવાસની નજીક બુધવારે વહેલી સવારે બે પ્રચંડ વિસ્ફોટ થયા હતા, જેના પગલે નજીકની યહૂદી શાળા બંધ કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે કહ્યું કે તેમાં કોઈને ઈજા થઈ નથી અને તેઓ તપાસ કરી રહ્યા છે કે વિસ્ફોટો અને ઈઝરાયેલના રાજદ્વારી મિશન વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ.

તેમણે આ અંગે કોઈની ધરપકડ કરવામાં આવી છે કે કેમ તે કહેવાનો ઈન્કાર કર્યો હતો. ભારે સશસ્ત્ર અધિકારીઓ, સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક ટીમો વિસ્તારનું નિરીક્ષણ કરી રહી છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ડેનમાર્કમાં યહૂદી સમુદાયના પ્રવક્તા માઈકલ રેચલિને જણાવ્યું હતું કે, કોપનહેગનની યહૂદી શાળા 'કેરોલિન્સકોલન', જે દૂતાવાસની આજુબાજુ સ્થિત છે, યહૂદીઓના નવા વર્ષની રજાઓ માટે ગુરુવાર અને શુક્રવારે બંધ રાખવામાં આવી હતી. કેસની તપાસ ચાલી રહી છે.

 

(3:35 PM IST)