તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
ઈઝરાયેલમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો : ઈરાન હુમલા બાદ નેતન્યાહુની કાર્યવાહી
યુએનએ ઈરાનના હુમલાની નિંદા ન કરી તે કારણોસર યુએનના મહાસચિવ સામે આ કાર્યવાહી કરવામાં આવી

જેરૂસલેમ : ઈરાને ગઈકાલે રાત્રે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈરાન તરફથી ઝડપથી મિસાઈલ છોડવામાં આવી હતી. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલ એક્શનમાં છે. આ હુમલા બાદ ઈઝરાયેલે મોટો નિર્ણય લીધો છે. ઇઝરાયેલે યુનાઇટેડ નેશન્સ (UN)ના મહાસચિવના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઈઝરાયેલે કહ્યું કે તેણે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈઝરાયેલે કહ્યું કે તેણે આ કાર્યવાહી એટલા માટે કરી કારણ કે ઈરાને મિસાઈલ હુમલાની નિંદા કરી નથી. બીજી તરફ ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ કતાર જવા રવાના થઈ ગયા છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
