તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
સિકંદરાબાદ-નાગપુર વંદે ભારત ટ્રેન બંધ કરવી પડે તેવી સ્થિતિ : ટ્રેનમાં 80 ટકા સીટ દરરોજ ખાલી
ટ્રેનમાં આશરે 1,200 જેટલી સીટ ખાલી રહે છે, ટ્રેનની કૂલ ક્ષમતા 1,440 સીટની છે

મુંબઈ : દેશના અનેક રાજ્યોને વંદે ભારત (Vande Bharat Train)ની ભેટ મળી રહી છે. વર્તમાન સમયમાં દેશભરમાં વિવિધ રાજ્યોમાં 60 જેટલી વંદે ભારત દોડી રહી છે. આ ઉપરાંત ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેનની સેવા પણ શરૂ થવા જઈ રહી છે. સ્લીપર ટ્રેનો માટે રુટ્સની પસંદગી પણ કરી લેવામાં આવી છે.
અલબત તાજેતરમાં એક માહિતી સામે આવી છે કે સિકંદરાબાદ-નાગપુર વંદે ભારત ટ્રેન લગભગ ખાલી દોડી રહી છે. તેની લગભગ 80 ટકા સીટ દરરોજ ખાલી રહે છે. એટલે કે આ રુટ પર ફક્ત 20 ટકા યાત્રી જ મળી રહ્યા છે. ટ્રેનના મોટાભાગના ડબ્બા ખાલી રહે છે.
રેલવેના સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે આ ટ્રેનમાં આશરે 1,200 જેટલી સીટ ખાલી રહે છે, જ્યારે ટ્રેનની કૂલ ક્ષમતા 1,440 સીટની છે. આ ઉપરાંત કૂલ 88 સીટની બે એક્ઝિક્યુટીવ શ્રેણીના ડબ્બામાં ફક્ત 10થી પણ ઓછું રિઝર્વેશન મળ્યું હતું.
રેલવે અધિકારી સિકંદરાબાદ-નાગપુર વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન બંધ થાય તેવી શક્યતા સર્જાઈ છે. આ રુટ પર વંદે ભારત ટ્રેન 16 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી. જોકે અધિકારીઓનું કહેવું છે કે યાત્રીઓની સંખ્યા ઓછી રહેશે તો કોચની સંખ્યા ઓછી કરવામાં આવશે. અત્યારે આ ટ્રેન 20 કોચ સાથે ચાલી રહી છે.
જોકે તેને ઘટાડીને 8 કોચ કરવામાં આવી શકે છે. આ સંજોગોમાં સીટની સંખ્યા 500 કરતા વધુ ઘટી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવેની યોજના મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં રામાગુંડમ, કાજીપેટ અને સિકંદરાબાદ સાથે જોડવાની હતી, જેથી સ્થાનિક વસ્તીને વ્યવસાય, પારિવારીક તથા પર્યટન સાથે જોડી શકાય.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
