<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

જાપાનના એરપોર્ટ પર બીજા વિશ્વ યુદ્ધ સમયનો બોમ્બ ફાટ્યો : 80થી વધારે ઉડ્ડાનો રદ કરાયા

ઘટનાને લીધે ટેક્સિવેમાં મોટો ખાડો પડી ગયો અને 80 કરતાં વધારે ઉડ્ડાનો રદ્દ કરવા પડ્યા

જાપાનના એરપોર્ટ પર બીજા વિશ્વ યુદ્ધ સમયનો એક US બોમ્બ બુધવારે ફાટ્યો હતો. આ બોમ્બ ઘણા લાંબા સમયથી અહીં દબાયેલો પડ્યો હતો. આ ઘટનાને લીધે ટેક્સિવેમાં મોટો ખાડો પડી ગયો હતો અને 80 કરતાં વધારે ઉડ્ડાનો રદ્દ કરવા પડ્યા હતા. આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાની થઈ નથી.


દક્ષિણ-પશ્ચિમ જાપાનના મિયાઝાકી એરપોર્ટ પર જ્યારે વિસ્ફોટ થયો ત્યારે નજીકમાં કોઈ વિમાન ન હોતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસમાં પુષ્ટિ થઈ છે કે વિસ્ફોટ 500 પાઉન્ડના અમેરિકન બોમ્બથી થયો હતો અને હવે કોઈ ખતરો નથી. તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અચાનક વિસ્ફોટ કયા કારણોસર થયો.


જાપાની ટેલિવિઝન પર પ્રસારિત થયેલા વિડિયોમાં ટેક્સીવેમાં લગભગ સાત મીટરનો વ્યાસ અને ત્રણ ફૂટ ઊંડો ખાડો દેખાય છે. મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ જણાવ્યું હતું કે એરપોર્ટ ગુરુવારે સવારે ફરીથી કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા હતી.મિયાઝાકી એરપોર્ટ 1943માં નૌકાદળની ઉડાન પ્રશિક્ષણ ક્ષેત્ર તરીકે બનાવવામાં આવ્યું હતું, અહીં અનેક પાઇલોટ્સે આત્મઘાતી હુમલા કર્યા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન US સેના દ્વારા છોડવામાં આવેલા ઘણા જીવંત બોમ્બ આ વિસ્તારમાંથી મળી આવ્યા છે.

(10:41 PM IST)