તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
IDF ના કમાન્ડર સહિત 15 જવાનોના જીવ ગયા:ઈઝરાયલે કહ્યું- મધ્ય એશિયામાં ગમે ત્યાં હુમલો કરીશું:ઈરાને આપી વળતી ધમકી
અમેરિકાએ કહ્યું કે, ઈઝયરાલની સુરક્ષાથી પાછળ નહીં હટીએ. ઈરાન વધુ કોઈ હુમલા ના કરે: યુએન મહાસચિવે ઈઝાયરલ પર ઈરાનના હુમલાની નિંદા કરી.

ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે લેબેનોનમાં ઈઝરાયલના કમાન્ડર સહિત 15 જવાનોના મોટ થયા છે ઈઝરાયલની મિલિટ્રી તરફથી માહિતી આપવામાં આવી છે કે લેબનોનમાં તેમની ટીમના કમાન્ડરને ઠાર મરાયા છે. આ લેબનોનમા ઘૂસણખોરી બાદ ઈઝરાયલ તરફથી જાહેર કરાયેલી મોતની પહેલી ઘટના છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અને સ્કાઈ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, મૃતકોની ઓળખ 22 વર્ષના કેપ્ટન એતન એત્ઝાક ઓસ્ટર તરીકે થઈ છે. તેઓ ઈગોઝ યૂનિટમાં તૈનાત હતા.
જી-7ની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ઈઝરાયલના મિલિટ્રી ચીફે કહ્યું કે, ઈરાનના મિસાઈલ હુમલાનો જવાબ આપીશું. મધ્ય એશિયામાં ગમે ત્યાં હુમલો કરીશું. તો અમેરિકાએ કહ્યું કે, ઈઝયરાલની સુરક્ષાથી પાછળ નહીં હટીએ. ઈરાન વધુ કોઈ હુમલા ના કરે. જ્યારે યુએન મહાસચિવે ઈઝાયરલ પર ઈરાનના હુમલાની નિંદા કરી. UNએ કહ્યું કે, યુદ્ધના ગંભીર વિનાશકારી પરિણામ હશે.
જોર્ડને કહ્યું કે, અમે યુદ્ધનું મેદાન નહીં બનીએ. નાગરિકોની સુરક્ષા પહેલી જવાબદારી. ઈરાનના મેજર જનરલ મહોમ્મદ બેઘેરીએ ઈઝરાયલને ધમકી આપી છે. તેણે કહ્યું કે, ઈઝરાયલે કંઈ કર્યું તો બે ગણો મોટો હુમલો કરીશું.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
