તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
સાયબર હુમલા રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટામાં મોટું જોખમ : રાષ્ટ્રપતિ મુર્મૂ
અધિકારીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ જેવી ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે ગતિ જાળવી રાખવાની આવશ્યકતા

નવીદિલ્હી: રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નેશનલ ડિફેન્સ કોલેજના ફેકલ્ટી અને સભ્યોને સંબંધિત કરતા જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા માત્ર સરહદોની સુરક્ષા પૂરતી સીમિત નથી પરંતુ અર્થતંત્ર, પર્યાવરણ, ઉર્જા અને સાયબર સુરક્ષા જેવા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ તેમાં સામેલ છે. સાયબર હુમલા રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટામાં મોટું જોખમ બની ગયું છે. આ ચિંતાઓને દૂર કરવા માટે નાગરિક સેવાઓ અને સશસ્ત્ર દળોએ સાથે મળીને સ્વતંત્ર સંશોધનની એક સુરક્ષા વ્યવસ્થા બનાવવાની જરૂર છે. જેથી કરીને આ હુમલાઓને રોકી શકાય. તે માટે હાઈ ટેકનોલોજી હસ્તક્ષેપ અને મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરતની સાથે જ ટ્રેનિંગ અને એક્સપટ્સૅ માણસોની પણ જરૂર છે.
રાષ્ટ્રપતિએ વધુમાં જણાયું કે, સશસ્ત્ર દળોની ભૂમિકા પરંપરાગત લશ્કરી બાબતોથી આગળ વધી ચૂકી છે. અલગ અલગ સંસ્થાઓ અને વિભાગો અલગ અલગ કાર્યો કરે છે, જેના કારણે લક્ષ્યાંક હાંસલ કરવામા મુશ્કેલી ઊભી થાય છે. આ કોર્સનો ઉદ્દેશ્ય અધિકારીઓને સહકાર અને કાર્યક્ષમતા વધારવા માટે તૈયાર કરવાનો છે. અધિકારીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ જેવી ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે ગતિ જાળવી રાખવાની આવશ્યકતા છે
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
