<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

મુંબઈ પોલીસ ગોવિંદાના નિવેદન સાથે સહમત નથી :ફરી વખત સ્ટેટમેન્ટ નોંધશે

ગોવિંદા હાલમાં હોસ્પિટલમાં દાખલ: અત્યાર સુધીમાં ઘણા સેલેબ્સ અને પરિવારના સભ્યો તેની ખબર પૂછવા ગયા .

ગોવિંદાને મંગળવારે સવારે ગોળી વાગી હતી.ગોળી વાગવાને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હવે તેના પગમાંથી ગોળી કાઢી લેવામાં આવી છે અને તે ખતરાની બહાર છે. પરંતુ તે હજુ પણ હોસ્પિટલમાં છે.

 અભિનેતાના મેનેજર તરફથી એક નિવેદન આવ્યું હતું કે જ્યારે ગોવિંદા રિવોલ્વર સાફ કરી રહ્યો હતો, ત્યારે તે અનલૉક હોવાથી અકસ્માતે તેમાંથી એક ગોળી નીકળી ગઈ હતી. પરંતુ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે શરૂઆતમાં પોલીસને ગેરરીતિના કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ તેઓ અમુક અંશે ગોવિંદાના નિવેદન સાથે સહમત નથી

   પોલીસ ગોવિંદાના નિવેદન સાથે સંપૂર્ણ રીતે સહમત નથી અને ટૂંક સમયમાં ફરી તેનું નિવેદન નોંધી શકે છે. એવા પણ સમાચાર છે કે ગોવિંદાની પુત્રી ટીના આહુજાની પણ પૂછપરછ કરવામાં આવી છે. તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. બાકીની તપાસ ચાલુ છે.

    ગોવિંદાએ ગોળી વાગ્યા બાદ વોઈસ નોટ દ્વારા નિવેદન જારી કર્યું હતું અને કહ્યું હતું કે, નમસ્કાર... પ્રણામ, હું ગોવિંદા છું. તમારા બધાના આશીર્વાદ, તમારા માતા-પિતાના આશીર્વાદ અને ગુરુની કૃપાથી ગોળી વાગી હતી પરંતુ તે દૂર થઈ ગઈ છે. હું અહીંના ડૉક્ટરનો, આદરણીય ડૉ. અગ્રવાલ જીનો અને દરેકની પ્રાર્થનાનો આભાર માનું છું, આપ સૌનો આભાર

  એવા અહેવાલો છે કે અભિનેતાને આ અઠવાડિયા સુધીમાં રજા આપવામાં આવશે. જોકે તેણે એક મહિના સુધી આરામ કરવો પડશે. અત્યાર સુધી ડેવિડ ધવન, શત્રુઘ્ન સિન્હા, રવિના ટંડન જેવા ઘણા બોલિવૂડ સેલેબ્સ ગોવિંદાને મળવા હોસ્પિટલ ગયા છે.

(11:00 PM IST)