તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd October 2024
બિહારના પૂર્વ મંત્રી બ્રિજ બિહારી પ્રસાદની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે.
વર્ષ 2014માં પટના હાઈકોર્ટે પુરાવાના અભાવે તમામ 8 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

નવી દિલ્હી : જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચ બિહારના પૂર્વ મંત્રી બ્રિજ બિહારી પ્રસાદની હત્યા કેસમાં 2 ઑક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યા સુધીમાં નિર્ણય સંભળાવશે. આ નિર્ણય બ્રિજ બિહારી પ્રસાદની પત્ની અને પૂર્વ ભાજપ સાંસદ રમા દેવી અને CBIની અપીલ પર આવશે.
વર્ષ 2014માં પટના હાઈકોર્ટે પુરાવાના અભાવે તમામ 8 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હાઇકોર્ટે JDU નેતા અને પૂર્વ ધારાસભ્ય વિજય કુમાર શુક્લા, પૂર્વ સાંસદ અને LJP નેતા સૂરજ ભાન, પૂર્વ ધારાસભ્ય રાજન તિવારી સહિત આઠ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. 13 જૂન, 1998ના રોજ તત્કાલિન વિજ્ઞાન ટેકનોલોજી મંત્રી બ્રિજ બિહાર પ્રસાદની હત્યા કરવામાં આવી હતી.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
