<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd October 2024

યુપીમાં અધિકારીઓની પ્રોપર્ટીની તપાસ થશે: પાન નંબરથી લઈને સંપત્તિ તમામ બાબતોની ચકાસણી થશે

રાજ્યના કર્મચારી વિભાગે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની સંપત્તિની વિગતો આપવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સરકારને આપવામાં આવેલી મિલકતની વિગતો હવે રેન્ડમલી ચેક કરવામાં આવશે. આ દરમિયાન અધિકારીઓના પાન નંબર અને સંપત્તિની પણ સર્ચ કરવામાં આવશે. આ કામમાં ઓથોરિટી અને હાઉસિંગ ડેવલપમેન્ટની પણ મદદ લેવામાં આવશે.

  રાજ્યના કર્મચારી વિભાગે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની સંપત્તિની વિગતો આપવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન 97 ટકા લોકોએ માહિતી આપી છે.

(12:08 AM IST)