<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd October 2024

અમે પરમાણુ સ્થળો પર હુમલો કરવાની તરફેણમાં નથી, ઈરાન પર પ્રતિબંધો લાદીશું: જી-7 બેઠકમાં બોલ્યા બિડેન

ઇઝરાયેલ પર હુમલા બાદ જી-7ની ઈમરજન્સી બેઠક બોલાવાઈ જેમાં ઈરાન પરના નવા પ્રતિબંધો પર ચર્ચા થઈ

ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ મધ્ય પૂર્વમાં મોટા યુદ્ધનો ખતરો છે. ઈઝરાયેલે કહ્યું છે કે તે પોતાની રણનીતિ મુજબ તારીખ અને સ્થળ નક્કી કર્યા બાદ તેના પર હુમલો કરશે. આ સંકટને ધ્યાનમાં રાખીને ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ બુધવારે G-7ની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં ઈરાન પરના નવા પ્રતિબંધો પર ચર્ચા થઈ હતી.

  બિડેન અને G7 નેતાઓએ ઈરાનના હુમલાની નિંદા કરી છે. બિડેને કહ્યું કે અમે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલાનું સમર્થન કરતા નથી. ઈરાન પર ચોક્કસ પ્રતિબંધો લાદવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે આ સમસ્યાનું સમાધાન વાતચીત દ્વારા થાય

   ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસનું કહેવું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને જી-7 નેતાઓ સાથે ફોન પર ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ ઈરાન વિરુદ્ધ નવા પ્રતિબંધો અંગે ચર્ચા કરી હતી. બિડેન અને G-7 નેતાઓએ ઈરાનના હુમલાની નિંદા કરી છે. રાષ્ટ્રપતિ બિડેને ઇઝરાયેલ અને તેના લોકો પ્રત્યે અમેરિકાની એકતા અને સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. ઈઝરાયેલની સુરક્ષા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે ઈઝરાયલે પોતાના પર થયેલા હુમલાનો જવાબ આપવો જોઈએ પરંતુ અમે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલાનું સમર્થન કરતા નથી. ઈરાન પર ચોક્કસ પ્રતિબંધો લાદવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે આ સમસ્યાનું સમાધાન વાતચીત દ્વારા થાય. ઈરાની મિસાઈલ હુમલાનો જવાબ આપવાનો અધિકાર ઈઝરાયેલ પાસે છે. અમે ઈઝરાયેલના પીએમ સાથે ચર્ચા કરીશું કે તેઓ શું કરવા જઈ રહ્યા છે. આ હુમલાને લઈને અમેરિકા ઈરાન પર નવા પ્રતિબંધો પણ લાદશે.

(12:55 AM IST)