<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd October 2024

મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય - ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી

ગુરુવારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાંચ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. 

મરાઠી, બંગાળી, પાલી, પ્રાકૃત અને આસામી ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ આપવામાં આવી હતી.

કેબિનેટ બ્રીફિંગમાં આ માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારનો આ ઐતિહાસિક નિર્ણય છે.  

તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે આપણા વારસા પર ગર્વ કરવાની, આપણી સંસ્કૃતિને આગળ વધારવાની અને તમામ ભારતીય ભાષાઓ અને આપણા સમૃદ્ધ વારસા પર ગર્વ કરવાની ફિલસૂફી સાથે સુસંગત છે.

(11:58 PM IST)