<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

બેકાબૂ ટ્રકે ટ્રેક્‍ટરને ફંગોળી નાખતાં ૧૦ લોકોનાં કમકમાટીભર્યા મોત

ઉત્તરપ્રદેશમાં ભયંકર અકસ્‍માત

મિર્ઝાપુર, તા.૪: યુપીના મિર્ઝાપુરમાં ગુરુવારે મોડી રાત્રે એક ભયંકર અકસ્‍માત સર્જાયો હોવાની જાણકારી સામે આવી છે. અહીં ભદોહી જિલ્લામાંથી ૧૩ લોકોને લઈને બનારસ જઈ રહેલા એક ટ્રેક્‍ટરને એક બેકાબૂ ટ્રકે પાછળથી ફંગોળી નાખ્‍યું હતું. આ ગંભીર અકસ્‍માતમાં ૧૦ લોકોના મોત થયા છે, જ્‍યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.

પોલીસે ઘટના સ્‍થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. પોલીસે આ મામલે જ્‍ત્‍ય્‍ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતકોમાં મોટાભાગના લોકો શ્રમિકો જ હોવાની જાણકારી મળી રહી છે.

આ મામલે પોલીસ અધિકારીએ જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે અમને રાતે એક વાગ્‍યે આજુબાજુ જાણકારી મળી હતી કે મિર્ઝાપુર નજીક અકસ્‍માત થયાની જાણકારી મળી હતી. જેમાં એક ટ્રેક્‍ટર વારાણસી તરફ જતું હતું અને તેને એક ટ્રેક્‍ટરને પાછળથી ટક્કર મારી હોવાની માહિતી મળી હતી. ટ્રેક્‍ટરમાં ૧૩ લોકો સવાર હતા અને તેમાંથી ૧૦ લોકો માર્યા ગયા હતા અને ૩ લોકો ઈજાગ્રસ્‍ત થયા હતા. બધા પીડિતો મિરઝાપુરના જ રહેવાશી હોવાની જાણકારી છે.

(10:58 AM IST)