<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

એલન મસ્‍ક X પર ૨૦૦ મીલીયન ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ વ્‍યક્‍તિ બન્‍યા

૧૩૧.૯ મિલિયન ફોલોઅર્સ સાથે પૂર્વ અમેરિકી પ્રમુખ ઓબામા અને ૧૧૩.૨ મિલિયન ફોલોઅર્સ સાથે ફુટબોલર રોનાલ્‍ડો બીજા અને ત્રીજા સ્‍થાને

નવી દિલ્‍હી,તા. ૪: ટેક અબજોપતિ ઇલોન મસ્‍ક ગુરુવારે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર ૨૦૦ મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ વ્‍યક્‍તિ બન્‍યા છે. Xને તેમણે ઓક્‍ટોબર ૨૦૨૨જ્રાક્રત્‍ન ૪૪ બિલિયન ડોલરમાં ખરીદી હતી. Xના માલિક પછી આ લિસ્‍ટમાં, ૧૩૧.૯ મિલિયન ફોલોઅર્સ સાથે ભૂતપૂર્વ US પ્રમુખ બરાક ઓબામા અને ૧૧૩.૨ મિલિયન ફોલોઅર્સ સાથે પ્રખ્‍યાત ફૂટબોલર ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડો આવે છે. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્‍યો છે કે, મસ્‍કના મોટાભાગના ફોલોઅર્સ નકલી છે અને લાખો નવા નિષ્‍ક્રિય એકાઉન્‍ટ્‍સને કારણે આ સંખ્‍યામાં વધારો થયો છે. જો કે, દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.લોકપ્રિય પોપ સિંગર જસ્‍ટિન બીબર ૧૧૦.૩ મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા સ્‍થાને છે અને રિહાના ૧૦૮.૪ મિલિયન ફોલોઅર્સ સાથે પાંચમા સ્‍થાને છે. ભારતના વડાપ્રધાન મોદીએ પણ X પર ૧૦૦ મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. જેની મસ્‍ક દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. હવે તેમના ૧૦૨.૪ મિલિયન ફોલોઅર્સ છે.

(3:20 PM IST)