<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

આર્થિક સંકટ દૂર કરવા હિમાચલમાં 'ટોઇલેટ સીટ' પર લાગશે ટેકસ

શહેરી વિસ્તારોમાં રહેતા લોકોએ હવે ઘરમાં લાગતી દરેક ટોઇલેટ સીટ માટે રૃ.૨૫ ચાર્જ ચૂકવવાનો રહેશે

શિમલા, તા.૪ઃ હિમાચલ પ્રદેશમાં આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા ઘ્પ્ સુખવિન્દર સિંહ સુખુની આગેવાની કોંગ્રેસ સરકારે ટોઇલેટ સીટના હિસાબે ટેકસ લેવાનો નિર્ણય કર્યો છે. શૌચાલયની ગણતરી ઘરોમાં કેટલા ટોઇલેટ હશે એને આધારે થશે, એમ તેમણે કહ્યું હતું. આ ટોઇલેટ સીટ ટેકસ લાગશે, પછી એ શહેર કે ગામમાં હોય. એ સાથે સરકારે લોકોને અપાતી મફત સેવા પણ બંધ કરી દીધી છે. આ સિવાય લોકોએ પ્રતિ મહિને રૃ. ૧૦૦ પ્રતિ કનેકશન પાણીનું ભાડું પણ ચૂકવવાનું રહેશે.

સરકારે એના માટે નોટિફિકેશન પણ જારી કરી દીધું છે. લોકોને કહેવામાં આવ્યું છે કે એ ટોઇલેટ સીટ માટે જેટલું પાણી ઉપયોગ કરશે, એના પર ટેકસ પણ એ હિસાબે લગાવવામાં આવશે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં રહેતા લોકોએ હવે ઘરમાં લાગતી દરેક ટોઇલેટ સીટ માટે રૃ. ૨૫ ચાર્જ ચૂકવવાનો રહેશે. આ બિલ સીવરેજ અને પાણી બિલની સાથે લાગીને આવશે. પાણીના કુલ બિલના ૩૦ ટકા સીવરેજ બિલ વસૂલવામાં આવશે. આવામાં જો પાણીનો ઉપયોગ વધુ થશે તો સીવરેજ બિલ પણ વધુ આવશે.

રાજયમાં ચૂંટણી પહેલાં ભાજપે વચન આપ્યું હતું કે જો પક્ષ સત્તામાં આવશે તો બધાને મફત પાણી આપવામાં આવશે, પણ સુખુ સરકારના આવ્યા પછી બધાને પ્રતિ કનેકશન રૃ. ૧૦૦ મહિને બિલ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલાં રાજયમાં પાણીનાં બિલ નહોતાં લેવામાં આવતાં. રાજયમાં કુલ પાંચ નગર નિગમ, ૨૯ નગરપાલિકાઓ અને ૧૭ નગર પંચાયતો છે, જેમાં આશરે ૧૦ લાખ લોકો રહે છે. આવામાં નવા સરકારી આદેશથી રાજયની એક મોટી વસતિ પર પ્રતિકૂળ અસર પડવાની આશંકા છે.

(3:59 PM IST)