<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

વિદેશમંત્રી જયશંકર SCO સમિટ માટે પાકિસ્તાન જશે : માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝૂ ભારતની મુલાકાત લેશે

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન , કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ટોચના નેતાઓ પણ ભાગ લેશે.

નવી દિલ્હી :વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે ભારતના વિદેશ મંત્રી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે વિદેશ મંત્રી જયશંકરની પાકિસ્તાનની મુલાકાતે એક પ્રતિનિધિમંડળ તેમની સાથે જશે.

SCO સમિટ 15-16 ઓક્ટોબરના રોજ ઈસ્લામાબાદમાં પ્રસ્તાવિત છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ટોચના નેતાઓ પણ ભાગ લેશે.

   આ સિવાય માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુની ભારત મુલાકાતનો પણ પ્રસ્તાવ છે. તેમણે કહ્યું કે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ 7 થી 10 ઓક્ટોબર 2024 દરમિયાન ભારતની સરકારી મુલાકાત લેશે. ભારતની આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. અગાઉ જૂન 2024માં પણ મુઈઝુ વડાપ્રધાન મોદી અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારત આવ્યો હતો. મુઈઝુ બેંગલુરુ અને મુંબઈની પણ મુલાકાત લેશે. તેઓ આ શહેરોમાં બિઝનેસ ઈવેન્ટ્સ કરશે.

(7:54 PM IST)