News of Saturday, 5th October 2024
નવરાત્રી ટાણે ટામેટાંએ ખોરવ્યું બજેટ : ભાવ હવે વધીને ૮૦ રૂપિયે કિલો
હીટવેવ, ચોમાસાના આગમનમાં મોડું થવું, વધુ પડતો વરસાદ જેવા વિવિધ પરિબળોના કારણે ટામેટાંના પાકને નુકસાન થયું હોવાથી તેની આવક ઘટી

મુંબઈ, તા.૫: નવરાત્રીનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે અને એવા ટાણે તહેવારના અન્ય ખર્ચાઓ માથે હોય છે એવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગળહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેમાં પણ ખાસ કરીને ટામેટાંના ભાવો વધી જતા ગળહિણીઓએ પોતાનું કિચનનું બજેટ સાચવવું મુશ્કેલ બન્યું છે.
૨૦ સપ્ટેમ્બર સુધી ૫૦ રૂપિયે કિલોના ભાવે મળી રહેલા ટામેટાંના ભાવ હવે વધીને ૮૦ રૂપિયે કિલો થઇ ગયા છે. એટલે કે માર્કેટમાં મળતા ટામેટાંના ભાવોમાં પ્રતિ કિલો ત્રીસ રૂપિયાનો સરેરાશ વધારો જોવા મળ્યો છે.
હૉલસેલ અને રિટેલ બંને માર્કેટમાં ટામેટાંના ભાવ વધી ગયા છે. ગણેશોત્સવ દરમિયાન વાશીના એપીએમસી (એગ્રીકલ્ચર ોડ્યુસ માર્કેટ કમિટી)માં ટામેટાં ૨૦થી ૨૫ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેંચાઇ રહ્યા હતા, જે હવે ૪૦થી ૫૦ રૂપિયે પ્રતિ કિલો થઇ ગયા છે. જેને પગલે રિટેલ માર્કેટમાં પણ ટામેટાંની કિંમતમાં વધારો થયો છે અને અંધેરી, બાંદ્રા(વેસ્ટ), બોરીવલી(વેસ્ટ), વિક્રોલી અને મલાડ જેવા વિસ્તારોમાં તે ૭૦થી ૮૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેંચાઇ રહ્યા છે.
હીટવેવ, ચોમાસાના આગમનમાં મોડું થવું, વધુ પડતો વરસાદ જેવા વિવિધ પરિબળોના કારણે ટામેટાંના પાકને નુકસાન થયું હોવાથી તેની આવક ઘટી છે અને આ જ કારણોસર તેની કિંમતોમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
