News of Saturday, 5th October 2024
હિઝબુલ્લાહનો નવો વડો પણ ઠાર !!સફિદ્દીનનો ક્યાંય પતો નથી :ઈઝરાયેલે ફરી બેરુત પર કરી બોમ્બવર્ષા
હમાસની સૈન્ય શાખાના એક અધિકારી, તેની પત્ની અને બે પુત્રીઓ માર્યા ગયા

દક્ષિણી બેરુતમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં હિઝબુલ્લાહના સિનિયર નેતા હાશિમ સફિદ્દીનને ઠાર કર્યાંના અહેવાલ આવ્યા છે. સફિદ્દીનને હિઝબુલ્લાહના તાજેતરમાં મારવામાં આવેલ હસન નસરલ્લાહના ઉત્તરાધિકારી તરીકે માનવામાં આવતો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં નસરલ્લાહનું મોત થયું હતું. હવે સફિદ્દીનનું મોત એવા સમયે થયું છે કે જ્યારે ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા હિઝબુલ્લાહના ટોચના અધિકારીઓ અને નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
આ હુમલામાં હમાસની સૈન્ય શાખાના એક અધિકારી, તેની પત્ની અને બે પુત્રીઓ માર્યા ગયા હતા. દરમિયાન શુક્રવારના ઇઝરાયેલ હુમલાના 24 કલાકથી વધુ સમય પછી હિઝબુલ્લાહના વડા તરીકે સૌથી મોટા દાવેદાર હાશિમ સેફિદ્દીનનો કોઈ પત્તો લાગ્યો નથી.
સાઉદી ન્યૂઝ આઉટલેટ અલ હદથે દાવો કર્યો છે કે હાશિમના મોતની ઈઝરાયેલે પણ પૃષ્ટિ કરી છે. જોકે, ઈઝરાયેલ તરફથી આ અંગે જાહેર નિવેદન આવ્યું નથી કે જેમાં તેના મોતને કન્ફર્મ કરવામાં આવ્યું હોય.
દરમિયાન બેલેનોનના સૂત્રોને ટાંકી ઈઝરાયેલના મીડિયાએ જણાવ્યું હતું કે ઈઝરાયેલે શુક્રવાર તથા શનિવારની રાત્રે બેરુતના દહિહ ઉપનગરમાં હાથિમને નિશાન બનાવેલ. ઈઝરાયેલે કહ્યું કે તેણે દક્ષિણી ઉપનગરોમાં હિઝબુલ્લાહના ગુપ્ત હેડક્વોર્ટકરને નિશાન બનાવ્યું હતું.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
