<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

ઈઝરાયલ દ્વારા બેરૂતમાં ફ્રેન્ચ કંપની ટોટલએનર્જીસ પર કર્યો બોમ્બમારોઃ સ્ટેશન પર ભીષણ આગ ફાટી નીકળીઃ નેતન્યાહૂ-મેક્રોન વચ્ચે શાબ્દિક યુદ્ધઃ કોઈ જાનહાનિની માહિતી બહાર આવી નથી.

"તમામ સંસ્કારી દેશો" ઇઝરાયેલ સાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ કારણ કે તે ઈરાનની આગેવાની હેઠળની "બર્બર દળો" સામે લડે છે, પરંતુ શસ્ત્રો પર પ્રતિબંધની હાકલને "શરમજનક" ગણાવતા બેન્જામિન નેતન્યાહુ

નવી દિલ્‍હીઃ  ઈઝરાયલ (Iran Attack)દ્વારા લેબનોન પર એક પછી એક હુમલો કરી રહ્યુ છે. ત્યારે હવે ઈઝરાયલે લેબનોનની રાજધાની બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલએનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. ઈઝરાયલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને Israel PM બેન્જામિન નેતન્યાહુ (Netanyahu)વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.
અહેવાલો અનુસાર, ઈઝરાયલે (Iran Attack)બેરૂતમાં ફ્રેન્ચ કંપની ટોટલએનર્જીસ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ સ્ટેશન પર ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે, કોઈ જાનહાનિની માહિતી બહાર આવી નથી.
તાજેતરમાં, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે "તમામ સંસ્કારી દેશો" ઇઝરાયેલ સાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ કારણ કે તે ઈરાનની આગેવાની હેઠળની "બર્બર દળો" સામે લડે છે, પરંતુ શસ્ત્રો પર પ્રતિબંધની હાકલને "શરમજનક" ગણાવી હતી.
શનિવાર (ચોથી ઓક્ટોબર)ના રોજ એક વીડિયો જાહેર કરતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને શરમજનક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે 'આતંકની ધરી એક સાથે ઊભી છે, પરંતુ જે દેશો કથિત રીતે આ આતંકવાદી ધરીનો વિરોધ કરે છે તેઓ ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે.' નેતન્યાહુના આ નિવેદન બાદ તરત જ મેક્રોનની ઓફિસે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે, 'ફ્રાન્સ ઈઝરાયલનો મિત્ર છે અને ઈઝરાયલની સુરક્ષાને સમર્થન આપે છે. જો ઈરાન કે તેના સમર્થકો ઈઝરાયલ પર હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશા ઈઝરાયલની સાથે ઊભું રહેશે.'

 

(12:28 PM IST)