<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

રાજસ્થાનનામાં વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ્સના ત્રણ સફળ પરીક્ષણો કર્યા: દુશ્મનના વિમાનો, ડ્રોન અને અન્ય હવાઈ જોખમોને પલકારામા તોડી પાડશે

ભારતે રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જમાં VSHORADS મિસાઈલના (વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ્સના) ત્રણ સફળ પરીક્ષણો કર્યા. 

આ દરમિયાન VSHORADS મિસાઈલ સિસ્ટમ્સ ટાર્ગેટ ઉપર ત્રાટકવામાં અને નિશાન ભેદવામા સફળ રહી હતી. 

આ ભારતનું સંપૂર્ણ સ્વદેશી પોર્ટેબલ સંરક્ષણ કવચ છે, જે ગમે ત્યાંથી મિસાઈલ લોન્ચ કરવા માટે સક્ષમ છે.

દુશ્મનના લડાયક વિમાનો અને ડ્રોન હવે ભારતની અચૂક સંરક્ષણ કવચને ભેદી શકશે નહીં. એટલું જ નહીં, દુશ્મનોને ભાગવાની કે બચવાની તક નહીં મળે.  

ગમે ત્યાંથી લોન્ચ કરવામાં સક્ષમ, ભારતનું સંપૂર્ણ સ્વદેશી પોર્ટેબલ ડિફેન્સ આર્મર અથવા VSHORADS (વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ) દુશ્મનના વિમાનો, ડ્રોન અને અન્ય હવાઈ જોખમોને પલકારામા તોડી પાડશે.

(3:26 PM IST)