<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

'અમારી પાસે એવા પ્રમુખ છે જે સીડીઓ ચઢી શકતા નથી. અન્ય લોકો ગોળી માર્યા બાદ પણ તેમની મુઠ્ઠી ચુસ્તપણે પકડી રાખેલા જોવા મળ્યા હતા: જો બાઇડેન સહિત ડેમોક્રેટિક પાર્ટી અને તેના ઉમેદવારો પર કર્યા આકરા પ્રહારો

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ સ્ટેજ પર એલોન મસ્કનું સ્વાગત કર્યું હતુ: યુએસની ચૂંટણી રેલીમાં એલન મસ્ક ડાંસ કરતો જોવા મળ્યો,

નવી દિલ્‍હીઃ  યુ.એસ.માં પેન્સીલવેનિયાના બટલરમાં ચૂંટણી રેલીમાં એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સ્ટેજ શેર કર્યું હતું. આ દરમિયાન તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ માટે સમર્થન માંગ્યું હતું. આ ઉપરાંત તે ભીડના ઉલ્લાસ વચ્ચે ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો.
મસ્કે મંચ પરથી કહ્યું કે, 'અમેરિકામાં બંધારણ અને લોકશાહી જાળવી રાખવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની જીત જરૂરી છે.' આ નિવેદન તે જગ્યાએ આપ્યું હતું જ્યાં ટ્રમ્પની હત્યાના પ્રયાસમાં ગોળી ચલાવવામાં આવી હતી. આ પ્રસંગે મસ્ક આગામી ચૂંટણી પહેલા મતદારોને એક કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
ચૂંટણી રેલીને સંબોધતા ટેસ્લાના માલિકે કહ્યું કે, જો બાઇડેન સહિત ડેમોક્રેટિક પાર્ટી અને તેના ઉમેદવારો પર પણ આકરા પ્રહારો કર્યા. તે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યો હતો. તેને બૂમો પાડીને, 'મત આપો! મત આપો! મત આપો! લડાઈ! લડાઈ! લડાઈ!' કહ્યું હતું. તેમજ તેને લોકોને રિપબ્લિકન ઉમેદવારને મત આપવા અપીલ કરી હતી.
રાષ્ટ્રપતિ જો બાઇડેન પર કટાક્ષ કરતા એલોન મસ્કે કહ્યું કે, 'અમારી પાસે એવા પ્રમુખ છે જે સીડીઓ ચઢી શકતા નથી. અન્ય લોકો ગોળી માર્યા બાદ પણ તેમની મુઠ્ઠી ચુસ્તપણે પકડી રાખેલા જોવા મળ્યા હતા. કાળા કલરની માગા ટોપી પહેરીને, SpaceX CEOએ મજાક કરી કે હું માત્ર MAGA નથી, હું ડાર્ક MAGA છું.
બીજી તરફ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા 10 ઓકટોબરથી ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસના પ્રચાર કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કરશે. ઓબામા હેરિસને ચૂંટણીના દિવસે તેમના પ્રચારમાં મદદ કરશે. મુખ્ય રાજ્યોમાં તેમના ભાષણોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી પ્રથમ પેન્સિલવેનિયા હશે. ખબર છે કે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બરે યોજાવાની છે. ડેમોક્રેટિક પાર્ટીનું પ્રતિનિધિત્વ ઉપાધ્યક્ષ કમલા હેરિસ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીને સમર્થન આપી રહ્યા છે.

(3:27 PM IST)