News of Sunday, 6th October 2024
બિહારમાં રોહતાસમાં આવેલી સોનનદીમાં ન્હાવા પડેલા સાત બાળકો ડૂબીયાઃ પાંચના મૃતદેહ મળ્યાઃ બે લાપતા
ઘટનાથી હાહાકાર સર્જાયોઃ પરિવારોને જાણ થતાં ખૂબ જ કરૂણામય દૃશ્યો સર્જાયા

પટનાઃ બિહારમાં એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં નદીમાં નહાવા ગયેલા સાત બાળક એક સાથે ડૂબી ગયા હોવાની ઘટનાથી હાહાકાર સર્જાયો છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર અહીંના રોહતાસમાં આવેલી સોનનદીમાં રવિવારની રજાના દિવસે સાત બાળક ન્હાવા પડ્યા હતા. બાળકોને નદીંની ઊંડાઈનો અંદાજ ન હતો અને તેઓ થોડે આગળ ગયા અને એક પછી એક ડૂબવા લાગ્યા. ત્યાં હાજર અન્ય લોકોને આ ઘટના ધ્યાનમાં આવતા તેમણે ચીસાચીસ કરી હતી, પરંતુ બાળકોને બચાવી શકાયા ન હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ આવી હતી અને તરવૈયાની મદદ લેવાઈ હતી. મળતી માહિતી સુધી પાંચ મૃતદેહ મળ્યા છે. ઘટનાની જાણ પરિવારોને થતાં ખૂબ જ કરૂણામય દૃશ્યો સર્જાયા હતા.
આથી તરતા આવડતું હોય તો પણ અજાણી જગ્યાએ નદીનાળામાં ન કૂદવાની સલાહ આપવામાં આવે છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
