<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

આજની કેબિનેટ બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીની ચર્ચા સાથે મોદી સરકારના ૨૩ વર્ષના શાસનની વિવિધ યોજનાઓ વિકાસલક્ષી કાર્યો લોકો સુધી પહોંચે તેની ચર્ચા: મંત્રીમંડળમાં ફેરફારની કોઈ વાત નથી

ગાંધીનગર: અત્યારે બપોરે સાડા ચાર વાગ્યે ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ કેબિનેટ બેઠક મળી રહી છે ત્યારે કેબિનેટ વિસ્તરણ સહિત અનેક તર્કવીતર્ક વચ્ચે બપોરે ૩.૩૦ વાગ્યે મળતી વિગતો મુજબ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નરેન્દ્રભાઈએ ગુજરાતનું સુકાન સંભાળ્યું તેના ૨૩ વર્ષ પુરા થઈ ૨૪માં વર્ષે પ્રવેશ સંબંધે સંગઠન પર્વ ઉજવણીની ચર્ચા માટે આ બેઠક બોલાવાયાનું જાણવા મળે છે.

આ બેઠકમાં મોદી સરકારની ૨૩ વર્ષના શાસનની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ લોકો સુધી વધુને વધુ પહોંચે તે અંગે કોઈ કાર્યક્રમો, રાજ્ય સરકાર મહત્વની જાહેરાતો કરે તેવી સંભાવના છે. 

૮ થી ૧૫ ઓક્ટોબર સુધી સંગઠન પર્વ ઉજવાશે તેની પણ ચર્ચા થશે. આ સિવાય કોઈ મોટી યોજનાની જાહેરાત થાય તો નવાઈ નહીં. દરમિયાન મંગળવારે સી આર પાટીલે પણ તમામ નવાજૂના ધારાસભ્યો સાંસદોની બેઠક બોલાવી છે.

(3:52 PM IST)