હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
છેલ્લા 10 દિવસમાં ઈઝરાયેલે હિઝબુલ્લાના ટોચના 10 કમાન્ડર-અધિકારીઓને મોતને ઘાટ ઉતાર્યાં: જાણો 10 લીડર્સ વિશે
લેબનોનમાં હુમલાઓ અને નસરલ્લાહની હત્યા બાદ મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વધારે ભીષણ બન્યુ

નવી દિલ્હી : છેલ્લા 10 દિવસમાં લેબનોનમાં ઇઝરાયેલના હુમલામાં સૈયદ હસન નસરલ્લાહ સહિત હિઝબુલ્લાહના શક્તિશાળી 9 ઉચ્ચ કમાન્ડરો અને અધિકારી માર્યા ગયા છે.
આ પગલાથી લેબનોન અને મધ્યપૂર્વના દેશોને ભારે આઘાત લાગ્યો છે તો બીજી બાજુ ઇઝરાયેલના અધિકારીઓ, સૈન્ય અને ગુપ્તચર સંસ્થાને ધારી સફળતા મળી છે.
દક્ષિણ ઇઝરાયેલમાં પેલેસ્ટિનિયન જૂથના આશ્ચર્યજનક હુમલાના એક દિવસ પછી હિઝબુલ્લાહએ ગાઝા પટ્ટીમાં તેના સાથી હમાસને સમર્થન આપવા માટે મોરચો ખોલ્યો હતો.
લેબનોનમાં તાજેતરના હુમલાઓ અને નસરલ્લાહની હત્યા બાદ મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વધારે ભીષણ બન્યું છે.
લેબનોનનું સૌથી શક્તિશાળી લશ્કરી અને રાજકીય દળ હવે 1980ના દાયકાની શરૂઆતમાં તેની સ્થાપનાથી હિઝબુલ્લાહનો ભાગ રહેલા મુખ્ય સભ્યોને ગુમાવી જે ભારે નુકસાન થયું તેમાંથી હજુ બેઠુ થઈ શક્યું નથી.
આ પૈકી એક મુખ્ય નેતા નસરલ્લાહ જેનું એક શ્રેણીબદ્ધ હવાઈ હુમલામાં મોત થયું.બહારની દુનિયાના લોકો વચ્ચે ઓછા જાણાતા હતા પરંતુ હિઝબુલ્લાહની કામગીરી માટે તે ચાવીરૂપ હતા.
હસન નસરલ્લાહ
વર્ષ 1992થી નસરલ્લાહે ઇઝરાયેલ સાથેના ઘણા યુદ્ધોમાં ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું, અને લેબનોન પક્ષના એક મજબૂત વ્યક્તિ તરીકે ઉભરી આવેલો.
હિઝબુલ્લાહ લેબનોનના રાજકીય ક્ષેત્રે પ્રવેશ કર્યો અને પ્રાદેશિક સંઘર્ષોમાં પણ ભાગ લીધો જેણે તેને સૌથી શક્તિશાળી અર્ધલશ્કરી દળ બનાવ્યું. વર્ષ 2011માં સીરિયાનો બળવો ગૃહયુદ્ધમાં ફેરવાયા પછી હિઝબુલ્લાહએ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અસદને સત્તામાં રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
નસરલ્લાહના જ નૈતૃત્વમાં હિઝબુલ્લાહએ ઇરાક અને યમનમાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથોની ક્ષમતા વિકસાવવામાં પણ મદદ કરી હતી.
નબિલ કૌક
કૌક કે જે ગયા સપ્તાહે એક હવાઈ હુમલામાં માર્યો ગયો હતો, તે હિઝબુલ્લાહની સેન્ટ્રલ કાઉન્સિલનો નાયબ વડા હતો. તે 1980ના દાયકામાં તેના શરૂઆતના દિવસોમાં આતંકવાદી જૂથમાં જોડાયો હતો.
કૌકએ વર્ષ 1995થી 2010 સુધી દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના લશ્કરી કમાન્ડર તરીકે પણ સેવા આપી હતી.તેણે મીડિયામાં અનેક રજૂઆતો કરી અને સમર્થકોને ભાષણો આપ્યા હતા જેમાં માર્યા ગયેલા હિઝબુલ્લા આતંકવાદીઓના અંતિમ સંસ્કારનો સમાવેશ થાય છે. તેમને નસરલ્લાહના સંભવિત અનુગામી તરીકે જોવામાં આવતો હતો.
નઈમ કાસીમ
નસરલ્લાહનો સેકન્ડ-ઈન-કમાન્ડ નઈમ કાસીમનો પણ છેલ્લા કેટલાક સમયથી સંપર્ક થયો નથી.
તેનું પણ ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ એરસ્ટ્રાઈકમાં મોત થયું હોવાનું માનવામાં આવે છે.તે સંગઠનનો સૌથી વરિષ્ઠ સભ્ય હતો. કાસીમ વર્ષ 1991થી હિઝબુલ્લાહનો ડેપ્યુટી લીડર રહ્યો છે અને તેના સ્થાપક સભ્યો પૈકી એક છે.
હાશીમ સફીદ્દીન
દરમિયાન, હિઝબુલ્લાહની સેન્ટ્રલ કાઉન્સિલના લીડર હાશીમ સફીદ્દીન કે જે નસરલ્લાહના અનુગામી હોવાનું માનવામાં આવતું હતું તેને પણ ઈઝરાયેલે મોતને ઘાટ ઉતારી દીધો છે.
સફીદ્દીન નસરલ્લાનો પિતરાઈ ભાઈ છે અને તેમના દીકરાના લગ્ન ઈરાની જનરલની પુત્રી સાથે થયા છે.
ઈબ્રાહીમ અકીલ
અકીલ એક ટોચનો કમાન્ડર હતો અને તેણે હિઝબુલ્લાહના ચુનંદા રડવાન ફોર્સનું નેતૃત્વ કર્યું હતું, જેને ઇઝરાયેલ લેબનોન સાથેની તેની સરહદથી વધુ દૂર ધકેલવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
તે તેની સર્વોચ્ચ લશ્કરી સંસ્થા, જેહાદ કાઉન્સિલનો પણ સભ્ય હતો અને વર્ષોથી યુનાઇટેડ સ્ટેટ્સની વોન્ટેડ યાદીમાં હતો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે અકીલ એ જૂથનો ભાગ હતો જેણે વર્ષ 1983માં યુએસ પર બોમ્બ ધડાકા કર્યા હતા. બેરૂતમાં દૂતાવાસ અને જર્મન અને અમેરિકન નાગરિકોને બંધક બનાવ્યા હતા.
અહેમદ વહાબે
વેહબે રડવાન ફોર્સનો કમાન્ડર હતો અને લગભગ બે દાયકા પહેલા જૂથની રચના થઈ ત્યારથી તેણે તેના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં એક હવાઈ હુમલામાં અકીલની સાથે તે માર્યો ગયો હતો, આ હુમલો એક મકાન પર કરવામાં આવ્યો હતો.
અલી કરાકી
કરાકીએ હિઝબોલ્લાહના દક્ષિણી મોરચાનું નેતૃત્વ કર્યું, જે ચાલુ સંઘર્ષમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
યુએસ તેમને આતંકવાદી જૂથના નેતૃત્વમાં નોંધપાત્ર વ્યક્તિ તરીકે ગણાવ્યા.નસરલ્લાહ સાથે માર્યા ગયેલા કરાકી વિશે બહુ ઓછું માહિતી છે.
મોહમ્મદ સરૌર
સરૌર નસરલ્લાહના ડ્રોન યુનિટનો વડો હતો. જેનો ઉપયોગ ઇઝરાયેલ સાથેના વર્તમાન સંઘર્ષમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો.
તેના નેતૃત્વ હેઠળ નસરલ્લાહએ વિસ્ફોટ અને જાસૂસી ડ્રોન ઇઝરાયેલમાં ઊંડે સુધી લોન્ચ કર્યા.તેની સંરક્ષણ પ્રણાલીમાં પ્રવેશ કર્યો જેણે મોટાભાગે જૂથના રોકેટ અને મિસાઇલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ઇબ્રાહિમ કોબેસી
કોબેસીએ હિઝબુલ્લાહના મિસાઇલ યુનિટનું નેતૃત્વ કર્યું હતું. ઇઝરાયેલી સૈન્ય કહે છે કે કોબેસીએ વર્ષ 2000માં ઉત્તરીય સરહદ પર ત્રણ ઇઝરાયેલી સૈનિકોના અપહરણ અને હત્યાની યોજના બનાવી હતી.
જેમના મૃતદેહો ચાર વર્ષ પછી હિઝબુલ્લાહ સાથે કેદીઓની અદલાબદલીમાં પરત કરવામાં આવ્યા હતા.
અન્ય યુનિટ લીડર્સને મારી નખાયા
દક્ષિણમાં મુખ્ય યુનિટોના લીડરોમાં જવાદ તાવિલ, તાલેબ અબ્દુલ્લા અને મોહમ્મદ નાસીર જેવા અનેક દાયકાથી હિઝબુલ્લાહની લશ્કરી એક્ટિવિટી સાથે સંકળાયેલા લીડરોની પણ હત્યા થઈ ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
